Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય દીપોત્સવ:7500 ‘આશીર્વાદના દીવડા’થી ઝળહળ્યું લાખોટા તળાવ, PM મોદીના દીર્ઘાયુ-ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના

    18 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘સેવા પખવાડિયા’નો પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલા હનુમાન મંદિર અને ઐતિહાસિક લાખોટા તળાવ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. 7500 દીવડાઓથી લાખોટા તળાવ ઝળહળી ઉઠ્યું લાખોટા તળાવની પાળે વિવિધ સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને નાગરિકોએ 7500 દીવડા પ્રગટાવ્યા હતા. આ પ્રસંગે બાલા હનુમાન મંદિરની આરતી સાથે તળાવ પરિસરમાં પણ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દીવડાઓથી ઝળહળતા પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ‘વિકસિત ભારત 2047’ની થીમ પર રંગોળી કાર્યક્રમ દરમિયાન ‘વિકસિત ભારત 2047’ની થીમ આધારિત વિશાળ રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી. રંગોળીને દીવડાઓથી શણગારવામાં આવતા લાખોટા તળાવ પરિસર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લોકભાગીદારી સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. રીવાબા જાડેજા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ચેરમેન ધીરેનકુમાર મોનાણી, કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, શહેર ભાજપ પ્રમુખ મીનાબેન કોઠારી અને જામનગરના પ્રભારી ધનસુખ ભંડેરી સહિત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમમાં વિવિધ સમાજના લોકો અને નાગરિકોએ દીવા પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ થકી જામનગરવાસીઓએ લોકભાગીદારી સાથે સેવા અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને ઉજાગર કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પતિએ પત્નીની જાસૂસી માટે સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવ્યું:પતિ અને તેના મિત્રએ ઘરનું તાળું ખોલી રૂ. 1.50 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની પત્નીની ફરિયાદ
    Next Article
    સુરેન્દ્રનગરમાં પીએમ મોદીના 76માં જન્મદિવસની ઉજવણી:‘આશીર્વાદના દીપ’ પ્રજ્વલિત કરી ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment