Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્નીની જાસૂસી માટે સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવ્યું:પતિ અને તેના મિત્રએ ઘરનું તાળું ખોલી રૂ. 1.50 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની પત્નીની ફરિયાદ

    18 hours ago

    સરખેજમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં પત્નીની નજર રાખવા માટે તેના સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત પત્નીએ પતિ અને તેના મિત્ર વિરુદ્ધ ઘરનું તાળું ખોલી રૂ. 1.50 લાખથી વધુ કિંમતની ઘરવખરી લઈ જવાનો પણ આક્ષેપ કર્યો છે.આ અંગે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2023માં દંપતી વચ્ચે અણબનાવ બનતા અલગ રહેવા લાગ્યા સરખેજમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 2007માં અહેસાનઅલી ભોવણિયા સાથે થયા હતા. દાંપત્યજીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો થયા હતા. જોકે, એપ્રિલ 2023માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં બંને અલગ રહેવા લાગ્યા હતા. ત્યારથી ત્રણેય બાળકો મહિલાની સાથે રહે છે. પત્નીએ પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ નડિયાદ ફેમિલી કોર્ટમાં તેમજ ઘરેલુ હિંસાનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.21 માર્ચ, 2026ના રોજ તે ઘરેથી તાળું મારી બાળકો સાથે પિયર ગઈ હતી. બીજા દિવસે ઘરે પરત ફરતાં મકાનમાં રાખેલો ઘરવખરીનો સામાન ગાયબ હતો. ત્યારબાદ સોસાયટીના CCTV ફૂટેજ તપાસતાં 22 માર્ચની રાત્રે આશરે દોઢ વાગ્યે તેના પતિ અહેસાનઅલી ભોવણિયા તથા તેના મિત્ર મહેદીભાઈ ખાદીમભાઈ ભોવણિયા મકાનનું તાળું ખોલીને અંદર પ્રવેશતા અને બે છોટા હાથી વાહનમાં ઘરનો સામાન લઈ જતા દેખાયા છે. પત્નીની જાસૂસી માટે પતિએ સ્કૂટરમાં GPS ટ્રેકલ લગાવ્યાનો આક્ષેપ આટલું જ નહીં, મહિલાએ ફરિયાદમાં વધુમાં એવી કેફીયત રજૂ કરી છે કે મહિલાના નામે રહેલા જ્યુપિટર સ્કૂટરની 3 સપ્ટેમ્બર, 2026ના રોજ સર્વિસ કરાવવામાં આવી હતી.ગેરેજના ઇરફાનભાઈએ સ્કૂટર ખોલતાં આગળના ભાગમાં કાળા રંગનું GPS ડિવાઇસ લગાવેલું હોવાનું મહિલાને જણાવ્યું હતું.મહિલાએ પોતે આવું કોઈ ડિવાઇસ લગાવ્યું ન હોવાનું કહેતાં તેને પતિ પર શંકા ગઈ હતી. ગેરેજ સંચાલકે GPS ડિવાઇસનો વીડિયો બનાવી મહિલાને મોકલ્યો હતો.મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પતિએ તેની હિલચાલ પર નજર રાખવા માટે GPS ટ્રેકર લગાવી તેની અંગત જિંદગીમાં દખલગીરી કરી હતી અને તેને તથા બાળકોને માનસિક ત્રાસ આપ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ છાત્રા સંમેલન યોજાયું:‘દીકરીઓ જ દેશનું ભવિષ્ય’ના સંદેશ સાથે શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણનું માર્ગદર્શન અપાયું
    Next Article
    જામનગરમાં પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય દીપોત્સવ:7500 ‘આશીર્વાદના દીવડા’થી ઝળહળ્યું લાખોટા તળાવ, PM મોદીના દીર્ઘાયુ-ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment