Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ છાત્રા સંમેલન યોજાયું:‘દીકરીઓ જ દેશનું ભવિષ્ય’ના સંદેશ સાથે શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણનું માર્ગદર્શન અપાયું

    18 hours ago

    મોરબીના પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ‘ભારત ભાગ્ય વિધાતા’ છાત્રા સંમેલન યોજાયું હતું. આ સંમેલન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ, મોરબી અને મહિલા સમન્વય, મોરબી જિલ્લાએ સાથે મળીને આયોજિત કર્યું હતું. ‘દીકરીઓ જ દેશનું ભવિષ્ય’ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 1500 જેટલી છાત્રાઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમમાં છાત્રાઓ માટે ત્રણ ખાસ સત્રો રાખવામાં આવ્યા હતા. પહેલા સત્રમાં મહિલા સમન્વય અખિલ ભારતીય સહસંયોજિકા પુષ્પાજી જાંગીડે ‘સોશિયલ મીડિયા ઔર હમ, મેં એક ઉત્તમ છાત્ર’ વિષય પર માર્ગદર્શન આપ્યું. તેમણે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ, અભ્યાસમાં ધ્યાન, સમયનું આયોજન, શિસ્ત અને વિદ્યાર્થીજીવનમાં જવાબદારીઓનું મહત્વ સમજાવ્યું. બીજા સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રચાર ટોળીના સદસ્ય મુકુલ કાનીટકરે ‘વૈભવશાળી રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા – મેં અધ્યતન કૈસે બનુગી?’ વિષય પર વાત કરી. તેમણે કહ્યું કે ભારત માતાને માત્ર માતા કહેવી અને તેમને પોતાની માનીને જીવન સમર્પિત કરવું એ બંનેમાં ફરક છે. “દેશ હમેં દેતા હૈ સબકુછ, હમ ભી તો કુછ દેના શીખે” નો સંદેશ આપતા તેમણે યુવતીઓને પોતાની શક્તિ ઓળખીને દેશ માટે જ્ઞાન, કૌશલ્ય અને સમય આપવા પ્રેરણા આપી. ત્રીજા સત્રમાં પ્રશ્નોત્તરી થઈ, જેમાં છાત્રાઓએ પોતાના પ્રશ્નો પૂછીને વક્તાઓ પાસેથી માર્ગદર્શન લીધું. પછી આભારવિધિ સાથે કાર્યક્રમ પૂરો થયો. આ પ્રસંગે સ્થળ પર ભારતની વીરાંગનાઓની પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી, જેની મુલાકાત લઈને છાત્રાઓએ પ્રેરણા લીધી. કાર્યક્રમના અંતે હાજર રહેલા બધા માટે નાસ્તાની વ્યવસ્થા હતી. આ સંમેલનમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટના મંત્રી વિપુલભાઈ અઘારા અને મહિલા સમન્વય મોરબીના સંયોજિકા નેહાબેન ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલન દ્વારા છાત્રાઓમાં શિક્ષણ, સંસ્કાર, આત્મવિશ્વાસ, કૌશલ્ય અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વધારવાનો પ્રયાસ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    TMCના ચૂંટણી ચિહ્ન અને નામના ઉપયોગ પર પ્રતિબંધ:ચૂંટણી પંચે કહ્યું- તૃણમૂલના બંને જૂથો નવા ચિહ્નો પસંદ કરે, બંગાળની પેટાચૂંટણી પહેલાં નિર્ણય
    Next Article
    પતિએ પત્નીની જાસૂસી માટે સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવ્યું:પતિ અને તેના મિત્રએ ઘરનું તાળું ખોલી રૂ. 1.50 લાખના મુદ્દામાલની ચોરી કર્યાની પત્નીની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment