Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેરવાણમાં દેશી દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા:9 હજાર લીટર વોશ અને 642 લીટર દેશી દારૂ સહિત ₹ 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો અને ચાર વોન્ટેડ

    1 day ago

    ​સ્ટેટ મોનિટરિંગ સેલે જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામના વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા ખેતરમાં ધમધમતા ગેરકાયદે દેશી દારૂના કારખાના પર રેડ પાડી હતી. SMCના રાયડિંગ ઓફિસર જે.એચ. સિસોદિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. દારૂ સહિત 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી 642 લીટર દેશી દારૂ (₹ 1,28,400), 9000 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ (₹ 2,25,250), 3 ફિટર મશીન (₹ 17,000), 1 વાહન (₹ 1,00,000), 40 ગોળના કેન (₹ 60,000) તેમજ અન્ય સામગ્રી મળી ₹ 5,45,550નો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એકની ધરપકડ, ચાર આરોપી વોન્ટેડ જાહેર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી મુખ્ય આરોપી અને ભઠ્ઠીના સંચાલક ભુપતસિંહ ઓઘડભાઈ ભાટી (ઉં.વ. 44, રહે. ડેરવાન)ને ઝડપી પાડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ​આ કેસમાં અન્ય ચાર આરોપીઓ મહેન્દ્રસિંહ જોધુબાઈ ગોહિલ, સુજીત સુમરા, મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાસ્તાભાઈ ભાટી અને ઇકો કારના માલિક વોન્ટેડ જાહેર થયા છે. મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ ગોહિલ અગાઉથી જ લિસ્ટેડ છે. એસએમસીની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી, રાહુલ-અખિલેશ સહિત 10 પક્ષના 11 નેતા અરજદાર
    Next Article
    વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી ₹8.28 કરોડના સોનાની ફિલ્મી ઢબે ચોરી:વેપારી વોશરૂમ ગયો ને 12 મિનિટમાં 5.5 કિલો દાગીના ભરેલી બે બેગ ગાયબ, CCTVમાં શખ્સો કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment