Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી ₹8.28 કરોડના સોનાની ફિલ્મી ઢબે ચોરી:વેપારી વોશરૂમ ગયો ને 12 મિનિટમાં 5.5 કિલો દાગીના ભરેલી બે બેગ ગાયબ, CCTVમાં શખ્સો કેદ

    1 day ago

    વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સોનાના દાગીનાના મોટા વેપારના બહાને મુંબઈના એક જાણીતા વેપારી સાથે રૂપિયા 8.28 કરોડની જંગી છેતરપિંડી અને ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ડાકોરમાં જ્વેલર્સ ચલાવતા વેપારીએ વડોદરામાં નવી દુકાન શરૂ કરી હોવાનું કહી દશેરાના ઉદ્ઘાટન માટે મુંબઈથી કરોડોના સોનાના દાગીના મંગાવ્યા હતા. દાગીના દુકાનમાં મૂકીને વેપારી થોડીવાર માટે વોશરૂમ ગયો તે દરમિયાન માત્ર 12 જ મિનિટમાં સોનાના ઘરેણાં ભરેલી બે બેગ ગાયબ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. મુંબઈના વેપારી સાથે 2017થી ચાલતા વેપારી સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો મુંબઈના ઝવેરી બજારમાં આવેલી યુગન ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હિમાંશુ મહેશ જૈન ગુજરાતભરના વેપારીઓને સોનાના દાગીના સપ્લાય કરવાનું અને પેમેન્ટ ઉઘરાવવાનું કામ સંભાળે છે. ફરિયાદ અનુસાર, ડાકોરમાં સોનાની દુકાન ચલાવતા ભાવિકકુમાર દીપેશભાઈ સોની સાથે તેઓ વર્ષ 2017થી ધંધાકીય રીતે જોડાયેલા હતા. ભાવિક સોનીએ વડોદરાના વાઘોડિયા રોડ પર ઝવેરનગર પાસે આવેલા સાઈ ગણેશ કોમ્પ્લેક્સમાં 'શ્રી અંબિકા જ્વેલર્સ' નામે નવી દુકાન શરૂ કરી હોવાની વાત કરી હતી અને આગામી દશેરાના પર્વે શોરૂમના ઉદ્ઘાટન માટે મોટા પ્રમાણમાં દાગીનાની જરૂર હોવાનું જણાવી લિસ્ટ મોકલ્યું હતું. દુકાનમાં તાળું મારી જમવા ગયા ને પાછળથી બેગ ગાયબ થઈ ગઈ ઓર્ડર મુજબ હિમાંશુ જૈન આશરે 5 કિલો અને 500ગ્રામ વજન ધરાવતા સોનાના અવનવા દાગીના, જેની અંદાજિત કિંમત ₹8,28,37,680 થાય છે, તે લઈને વડોદરા પહોંચ્યા હતા. દુકાનમાં દાગીના બતાવતી વેળાએ બપોરે જમવાનો સમય થતાં ભાવિક સોની અને હિમાંશુના ભાઈ નીલ જૈન બહાર જમવા જવા નીકળ્યા હતા. ભાવિક સોનીએ દાગીનાની બંને બેગ પોતાની દેખરેખ હેઠળ દુકાનમાં સુરક્ષિત રહેશે તેવી ખાતરી આપી હતી અને પોતે દુકાનને બહારથી તાળું મારી ચાવી પોતાની પાસે રાખી નીલ સાથે નીકળ્યો હતો. આ દરમિયાન હિમાંશુ વોશરૂમ તરફ ગયા હતા. CCTVમાં વાદળી રંગના સ્કૂટર પર આવેલા બે શખ્સો કેદ હિમાંશુ જૈન વોશરૂમ પતાવીને આશરે 12 મિનિટ બાદ પરત ફર્યા ત્યારે દુકાનનું તાળું ખુલ્લું જોઈને ચોંકી ઉઠ્યા હતા. અંદર જઈને તપાસ કરતાં કરોડોના સોનાના દાગીના ભરેલી બંને બેગ ગાયબ હતી, જ્યારે અન્ય દાગીના ત્યાં જ પડ્યા હતા. આ ઘટના બાદ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતાં વાદળી રંગના સુઝુકી એક્સેસ જેવા સ્કૂટર પર આવેલા બે અજાણ્યા શખ્સો દુકાનમાંથી દાગીનાની બેગ લઈને પલાયન થતા નજરે પડ્યા હતા. બીજી તરફ, સાથે જમવા ગયેલો ભાવિક સોની પણ ત્યાંથી અચાનક રફુચક્કર થઈ ગયો હતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. બાપોદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા 4 ટીમો મેદાને ઉતારી આ સમગ્ર મામલે એસીપી જી.બી. બાભણીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર વેપારી હિમાંશુ જૈનની ફરિયાદના આધારે અંબિકા જ્વેલર્સના સંચાલક ભાવિક સોની વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દશેરાના તહેવારે દુકાન શરૂ કરવાના બહાને આશરે 5.5 કિલો સોનું મંગાવી આ પૂર્વઆયોજિત કાવતરું રચવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર આરોપી ભાવિક સોની અને બેગ લઈ જનારા બંને શખ્સોની ધરપકડ કરવા માટે 4 અલગ-અલગ ટીમો બનાવી વિવિધ સ્થળોએ દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડેરવાણમાં દેશી દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા:9 હજાર લીટર વોશ અને 642 લીટર દેશી દારૂ સહિત ₹ 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો અને ચાર વોન્ટેડ
    Next Article
    મોરબીમાં લાતી પ્લોટ ફીડરના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે:મેઇન્ટેનન્સ કામગીરીને કારણે બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી પુરવઠો બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment