Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરવાડા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ વિવાદ:મહાનગરપાલિકા એટલી દિલદાર નથી કે દબાણકર્તાઓને મકાન આપે: હાઇકોર્ટ, SMC અને અર્બન ડેવલપમેન્ટ વિભાગને નોટિસ

    22 hours ago

    સુરતના ઉમરવાડા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રભાવિત થયેલા 60 જેટલા પરિવારોને અડાજણ વિસ્તારમાં વૈકલ્પિક આવાસ આપવાની વાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જો કે, આ નિર્ણયની સામે સ્થાનિક પરિવારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પરિવારો વતી એડવોકેટ ઝમીર શેખે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આજે આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કડક વલણ અપનાવીને સુરત મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ વિભાગને નોટિસ પાઠવી છે. ખાનગી બિલ્ડરને સોંપાયું કામ, સ્થાનિકોની મૂળ જગ્યાએ જ રહેવાની માંગ આ મામલે વિસ્તૃત માહિતી આપતા એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે, ઉમરવાડા ટેનામેન્ટના રી-ડેવલપમેન્ટ માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ ઠરાવ પસાર કર્યો હતો અને આ સમગ્ર પ્રોજેક્ટનું કામ એક ખાનગી બિલ્ડરને સોંપી દેવામાં આવ્યું છે. પાલિકા દ્વારા સ્થાનિક રહેવાસીઓ પાસે જગ્યા ખાલી કરાવીને તેમને અન્ય જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક રહેવાસીઓનો મુખ્ય વાંધો એ છે કે તેઓ અડાજણ જવા માંગતા નથી અને તેમની માંગ છે કે નવી બનનારી રી-ડેવલપમેન્ટ સ્કીમમાં જ તેમને સમાવવામાં આવે. કોર્ટમાં વકીલની રજૂઆત 'આ લોકો દબાણકર્તા છે' બીજી તરફ, કોર્ટની કાર્યવાહી દરમિયાન વકીલ તરફથી એવી ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી હતી કે આ અરજી કરનારા લોકો વાસ્તવમાં એન્ક્રોચર્સ છે. પાલિકાની આ દલીલ સાંભળીને નામદાર ગુજરાત હાઇકોર્ટના જજ સાહેબે પણ ટિપ્પણી કરી હતી કે, જો આ લોકો દબાણકર્તા છે, તો મહાનગરપાલિકા એટલી દિલદાર તો નથી જ કે તે એન્ક્રોચર્સને સામેથી મકાનોની ફાળવણી કરી આપે! આ વિરોધાભાસને ધ્યાનમાં રાખીને કોર્ટે SMCને નોટિસ ઇશ્યૂ કરી છે. હાઇકોર્ટે પાલિકા પાસે માંગ્યો વિગતવાર ખુલાસો પત્રકાર સાથેની વાતચીતમાં એડવોકેટ ઝમીર શેખે સ્પષ્ટતા કરી હતી કે હાઇકોર્ટ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલી આ નોટિસમાં કોર્પોરેશનને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આ સમગ્ર વિવાદ અને ફાળવણી પ્રક્રિયા અંગે સુરત મહાનગરપાલિકા પાસે 'ડિટેઈલ રીપ્લાય' ફાઈલ કરવા જણાવ્યું છે. હવે આગામી દિવસોમાં પાલિકાના ખુલાસા બાદ જ ખબર પડશે કે આ 60 પરિવારોને ઉમરવાડામાં જ આવાસ મળશે કે પછી તેમને અડાજણ જવા મજબૂર થવું પડશે.
    Click here to Read More
    Previous Article
    SMC સંચાલિત હોસ્પિટલમાં ભારે વિવાદ:સ્મીમેર હોસ્પિટલના માનદ ડોક્ટરે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ મહિલાનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ
    Next Article
    7 દિવસમાં જવાબ રજૂ કરવો પડશે:કુબેરનગર જી વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ થાંભલા આસપાસ બાંધકામ કેસમાં TDO ઇન્સ્પેક્ટર પાસેથી ખુલાસો માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment