Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 દિવસમાં જવાબ રજૂ કરવો પડશે:કુબેરનગર જી વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ થાંભલા આસપાસ બાંધકામ કેસમાં TDO ઇન્સ્પેક્ટર પાસેથી ખુલાસો માંગ્યો

    23 hours ago

    શહેરના કુબેરનગર વિસ્તારમાં જી વોર્ડમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાની આસપાસ ગેરકાયદેસર બાંધકામના કેસમાં ફરજમાં બેદરકારી દાખવવાને લઈ કુબેરનગર વોર્ડના TDO ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને શો-કોઝ નોટિસ પાઠવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કુબેરનગર વોર્ડના TDO ઇન્સ્પેક્ટરને 7 દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસ મુજબ સરદારનગર ટાઉનશીપ વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર બાંધકામ કેસમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવાઈ હોવાના મુદ્દે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. ઇન્સ્પેક્ટરને 7 દિવસમાં લેખિત જવાબ આપવા સૂચના શો- કોઝ નોટિસમાં જણાવ્યા મુજબ વોર્ડ ઇન્સ્પેક્ટરની નિયમિત ફરજ હેઠળ વિસ્તારમાં દરરોજ નિરીક્ષણ કરી ગેરકાયદેસર બાંધકામો સામે સમયસર કાર્યવાહી કરવી આવશ્યક છે. તેમ છતાં સંબંધિત સ્થળે બાંધકામ ચાલુ હોવા છતાં જરૂરી કાર્યવાહી કરવામાં વિલંબ થયો હોવાનું તંત્રએ જણાવ્યું છે. ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા પાઠવાયેલી નોટિસમાં આ બાબતને ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી તરીકે ગણાવવામાં આવી છે. ઇન્સ્પેક્ટરને 7 દિવસમાં સંતોષકારક લેખિત જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરવાડા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ વિવાદ:મહાનગરપાલિકા એટલી દિલદાર નથી કે દબાણકર્તાઓને મકાન આપે: હાઇકોર્ટ, SMC અને અર્બન ડેવલપમેન્ટ વિભાગને નોટિસ
    Next Article
    'વિકસિત ભારત 2047'એ 140 કરોડ ભારતીયોના સપનાઓનો સંકલ્પ:NFSUમાં 'NAMO યુવા સંવાદ'માં હર્ષ સંઘવીનું યુવાનોને સંબોધન, 12 વર્ષમાં કૃષિથી અર્થતંત્ર સુધીના વિકાસની ગાથા વર્ણવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment