Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વિકસિત ભારત 2047'એ 140 કરોડ ભારતીયોના સપનાઓનો સંકલ્પ:NFSUમાં 'NAMO યુવા સંવાદ'માં હર્ષ સંઘવીનું યુવાનોને સંબોધન, 12 વર્ષમાં કૃષિથી અર્થતંત્ર સુધીના વિકાસની ગાથા વર્ણવી

    1 day ago

    નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે શુક્રવારે યોજાયેલા 'NAMO યુવા સંવાદ: વિકસિત ભારત બ્લ્યુ પ્રિન્ટ' કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં દેશે કૃષિ, અર્થતંત્ર, કાયદો-વ્યવસ્થા, મહિલા અને યુવા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, જેના લાભાર્થી દેશના દરેક નાગરિક બન્યા છે. યુવાનો સાથે ખુલ્લા મનથી સંવાદ કરતાં તેમણે કહ્યું કે તેઓ અહીં ઔપચારિક ભાષણ આપવા નહીં, પરંતુ યુવાનોના વિચારો અને અનુભવો સાંભળવા આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'વિકસિત ભારત 2047' માત્ર સરકારનો નહીં, પરંતુ 140 કરોડ ભારતીયોના સામૂહિક વિકાસનો સંકલ્પ છે. 4 કરોડથી વધુ ગરીબોને મળ્યાં પાકા મકાનો હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2014 પહેલાં લાખો ગરીબ પરિવારો કાચા ઝૂંપડાઓમાં રહેતા હતા, જ્યારે છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ પાકા મકાનો બનાવી ગરીબોને સન્માનજનક જીવન મળ્યું છે. સાથે જ જનધન યોજના દ્વારા કરોડો લોકોને પ્રથમ વખત બેંકિંગ વ્યવસ્થાનો લાભ મળ્યો છે. એક્સપ્રેસ-વે અને અટલ ટનલથી સમય-ઈંધણની બચત દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે, અટલ ટનલ સહિતના પ્રોજેક્ટ્સે મુસાફરીનો સમય ઘટાડ્યો છે અને ઈંધણની મોટી બચત કરાવી છે. વર્ષ 2014 પહેલાં જેટલા એરપોર્ટ હતા, તેના કરતાં અઢી ગણા વધુ એરપોર્ટ આજે દેશમાં કાર્યરત છે. 'ઉડાન' યોજનાથી સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી વધુ સરળ બની છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન લાવશે સામાજિક પરિવર્તન તેમણે જણાવ્યું કે વંદે ભારત ટ્રેન અને આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય ઘટાડશે નહીં, પરંતુ રોજગાર માટે અપ-ડાઉન કરતા લાખો લોકોના સામાજિક જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે. GIFT City હવે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટી અંગે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે એક સમયે જેને માત્ર સપનું ગણાવવામાં આવતું હતું, તે આજે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. યુવા સ્ટાર્ટઅપ્સને ટૂંકાગાળાના નફા કરતાં લાંબા ગાળાના ટકાઉ બિઝનેસ મોડલ અપનાવવાની પણ તેમણે સલાહ આપી. અફવાઓથી દૂર રહેવા યુવાનોને અપીલ સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી માહિતીથી સાવચેત રહેવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે યુવાનોએ હકીકતોને સમજીને જવાબદાર નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. જીવનમાં નિરાશા આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા લેવાની પણ તેમણે સલાહ આપી. 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન કાર્યક્રમ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા દ્વારા લખાયેલ 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું હર્ષ સંઘવીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચાર સત્રો યોજાયા હતા, જેમાં 'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ', 'ફ્રેજાઇલ ટુ વાઇબ્રન્ટ ઇકોનોમી', 'જનજાતીય ગૌરવ, અંત્યોદય અભ્યુદય' અને 'ઇનોવેટ, ઇન્ટિગ્રેટ, ઇન્સ્પાયર' જેવા વિષયો પર નિષ્ણાતોએ વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    7 દિવસમાં જવાબ રજૂ કરવો પડશે:કુબેરનગર જી વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ થાંભલા આસપાસ બાંધકામ કેસમાં TDO ઇન્સ્પેક્ટર પાસેથી ખુલાસો માંગ્યો
    Next Article
    Watch: US Woman Praises India After Buying $26 Lenses Without Insurance

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment