Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:કનીજમાં નાળ ઉઘરાવીને ચાલતાં જુગાર પર SMCની રેડ, 8 ઝડપાયા

    7 hours ago

    સમી તાલુકાના કનીજ ગામમાં પ્રાથમિક શાળાની સામે રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ 3 શખ્સો અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા, જ્યારે 8 શખ્સો ઝડપાઈ ગયા હતા. સ્થળ અને આરોપીઓ પાસેથી કુલ 4,97,700 રોકડ અને 9 મોબાઇલ સહિત રૂ6,38,550નો મુદ્દામાલ કબજે કરાયો છે. મુખ્ય આરોપી હિતેન્દ્રકુમાર ઉર્ફે એચ.કે. કાન્તિલાલ રાવળ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો અને ‘નાળ’ ઉઘરાવતો હોવાનો પોલીસનો આક્ષેપ છે. દરોડા સમયે શાળાની સામે ગાદલા પાથરી જુગાર રમાતો હતો રોકડ રકમ પડેલી મળી આવી હતી.દરોડામાં જુગારની રોકડ અને અંગઝડતીની રકમ મળી 4.97 લાખ રોકડ,9 મોબાઇલ 1.40 લાખ, 5 ગાદલા, પત્તાના બોક્સ, સ્ટીલનો ડબ્બો, વાયર અને લેમ્પ સહિત કુલ 6.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. નાસી છૂટેલા શખ્સો વીજ પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિ અને અન્ય સંડોવણી અંગે તપાસ ચાલુ છે. ત્રણ સામે અગાઉ પણ ગુના નોંધાયા હતા જુગારમાં પકડાયેલા હિતેન્દ્ર રાવળ, મુકેશભાઈ પટેલ અને પ્રકાશકુમાર રાવળ સામે અગાઉ પણ જુગારના ગુના નોંધાયેલા હોવાનું ઇ-ગુજકોપ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મનસ્વી રીતે ઓછું કે વધુ ભાડું લેનાર સામે કડક કાર્યવાહી:નવસારી-વિજલપોરમાં આજથી ઓટોરિક્ષાનું નવું ભાડાપત્રક અમલમાં‎
    Next Article
    તા.પં.સા. ન્યાય સમિતિના પૂર્વ ચેરમેને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી:રુવાવી પાસે ક્ષતિગ્રસ્ત સુજલામ સુફલામ કેનાલનુ સમારકામ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment