Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તા.પં.સા. ન્યાય સમિતિના પૂર્વ ચેરમેને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી:રુવાવી પાસે ક્ષતિગ્રસ્ત સુજલામ સુફલામ કેનાલનુ સમારકામ કરો

    7 hours ago

    પાટણ તાલુકાના રુવાવી ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં મોટી મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેનાલમાં ભંગાણ કે નુકસાનના કારણે કિંમતી પાણીનો વ્યય થવાની અને છેવાડાના ખેતરો સુધી પૂરતું પાણી ન પહોંચવાની ચિંતા સ્થાનિક જગતના તાતે વ્યક્ત કરી છે. ​આ ગંભીર સમસ્યા અંગે રુવાવી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન પરમાર દ્વારા અગાઉ ધ્યાન દોરવામાં આવ્યું હતું. સ્થાનિકોની આ રજૂઆતના પગલે પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશ પરમારે વિસનગર સ્થિત સુજલામ સુફલામ વિભાગ-8ના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી છે.​ લેખિત પત્રમાં નરેશ પરમારે માંગ કરી છે કે તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના કેનાલની ક્ષતિગ્રસ્ત જગ્યાઓની તાત્કાલિક સ્થળ મુલાકાત લેવામાં આવે અને યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી શરૂ કરવામાં આવે. સમયસર સમારકામ થાય તો જ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુચારુ અને સતત વ્યવસ્થા મળી રહે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:કનીજમાં નાળ ઉઘરાવીને ચાલતાં જુગાર પર SMCની રેડ, 8 ઝડપાયા
    Next Article
    કલેક્ટરની સૂચના છતાં નગરપાલિકા સમસ્યા હલ ના કરતા રહીશોમાં રોષ‎:માધવનગર -પદ્મનાભ ચાર રસ્તા પર ગટરનું પાણી રેલાતા રહીશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment