Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની સૂચના છતાં નગરપાલિકા સમસ્યા હલ ના કરતા રહીશોમાં રોષ‎:માધવનગર -પદ્મનાભ ચાર રસ્તા પર ગટરનું પાણી રેલાતા રહીશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર

    8 hours ago

    પાટણ શહેરના માધવનગરથી લઈને પદ્મનાભ ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઇન ચોકઅપ થઈ જતાં ગંદા અને દૂષિત પાણી ઉભરાઈને રસ્તાઓ પર નદીની જેમ વહી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે પદ્મનાભ મંદિર ટ્રસ્ટ તેમજ આસપાસની સોસાયટીના રહીશો અને વેપારીઓ દ્વારા પાટણ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. શહેરમાં ​આ માર્ગ પર ભગવાન શ્રી પદ્મનાભજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે. રોજિંદા ધોરણે અનેક દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ રસ્તા પર રેલાતા ગટરના ગંદા પાણીના કારણે ભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ મીડિયાના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ સમસ્યાના કાયમી સમાધાન માટે નગરપાલિકાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. પમ્પિંગનું કામ પૂર્ણ થતાં જ સમસ્યાનો ઉકેલ આવશે: ચેરમેન ​ આ સમગ્ર મામલે ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન રેણુકાબેન ઠાકોરે જણાવ્યું હતું કે હાલમાં બહુચર પમ્પિંગ સ્ટેશનના જોડાણનું કામ ચાલી રહ્યું હોય જેના કારણે ગટર ઉભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરી ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું આયોજન છે. આ ઉપરાંત ત્યાં મિની પમ્પિંગ સ્ટેશન પણ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.
    Click here to Read More
    Previous Article
    તા.પં.સા. ન્યાય સમિતિના પૂર્વ ચેરમેને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી:રુવાવી પાસે ક્ષતિગ્રસ્ત સુજલામ સુફલામ કેનાલનુ સમારકામ કરો
    Next Article
    DDOનો આદેશ‎:દબાણો દૂર ન કરાવતાં ડીંડરોલના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment