Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DDOનો આદેશ‎:દબાણો દૂર ન કરાવતાં ડીંડરોલના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

    8 hours ago

    સિદ્ધપુર તાલુકાના ડીડરોલ ગ્રામ પંચાયતના સરપંચ જૈનબ ફાતેમા અહેમદઅલી અસામદીને ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર અને ગામતળની જમીનમાં થયેલા દબાણો દૂર ન કરાવવાના મામલે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ સરપંચપદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે. દબાણો અંગે સંબંધિત લોકોને પ્રથમ નોટિસ વહીવટદાર દ્વારા અને બીજી અને ત્રીજી નોટિસ સરપંચ દ્વારા આપવામાં આવી હતી. જોકે, ત્રીજી નોટિસ પર સહી અંગેના અહેવાલ અને સરપંચના લેખિત ખુલાસામાં વિસંગતતા હોવાનું તપાસમાં નોંધાયું હતું. 28 નવેમ્બર 2025ના રોજ દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ દબાણો દૂર થઈ શક્યા નહોતા. સરપંચને કારણદર્શક નોટિસ બાદ કુલ પાંચ રૂબરૂ સુનાવણી યોજાઈ હતી. સરપંચે માપણીશીટની જરૂરિયાત દર્શાવી હતી, પરંતુ અગાઉ નોટિસ આપી દબાણ દૂર કરવાનો કાર્યક્રમ યોજાઈ ચૂક્યો હોવાથી આ ખુલાસો સંતોષકારક ન હોવાનું DDOએ ઠરાવ્યું હતું. આ મામલે 8 મે 2026ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય સભાએ દબાણ દૂર કરવાની સત્તા સરપંચને આપતો ઠરાવ પણ સર્વાનુમતે કર્યો હતો. તેમ છતાં બાકીના દબાણો દૂર થયા નહોતા. માત્ર એક દબાણદારે સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કર્યું હતું. DDOએ ઠરાવ્યું કે સરપંચ ગ્રામ પંચાયતના કારોબારી વડા હોવાથી પંચાયતના ઠરાવોનો અમલ કરાવવા અને પંચાયત હસ્તકની જમીનના દબાણો દૂર કરાવવાની જવાબદારી તેમની છે. તાલુકા-જિલ્લા પંચાયતની સૂચનાઓ છતાં દબાણ દૂર ન કરાવી ફરજ બજાવવામાં કસૂર કરી હોવાનું તારણ કાઢી સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરની સૂચના છતાં નગરપાલિકા સમસ્યા હલ ના કરતા રહીશોમાં રોષ‎:માધવનગર -પદ્મનાભ ચાર રસ્તા પર ગટરનું પાણી રેલાતા રહીશો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર
    Next Article
    61 વર્ષની મહિલાના નામે 1999નું મરણ પ્રમાણપત્ર:ગોખંતર ગામમાં જીવતી વિધવા મહિલાને કાગળ પર મૃત બતાવી જમીન વેચી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment