Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    61 વર્ષની મહિલાના નામે 1999નું મરણ પ્રમાણપત્ર:ગોખંતર ગામમાં જીવતી વિધવા મહિલાને કાગળ પર મૃત બતાવી જમીન વેચી મારી

    8 hours ago

    સાંતલપુર તાલુકાના ગોખંતરમાં જીવતી 61 વર્ષીય વિધવાને કાગળ પર મૃત બતાવી તેની જમીનમાંથી નામ કમી કરાવી વેચાણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાના નામે 1999નું કથિત મરણ પ્રમાણપત્ર કઢાવી મહેસૂલી રેકર્ડમાંથી તેમનો હક કમી કરાયો હતો. ત્યારબાદ પુત્રના નામ સાથે મળતા નામવાળા અન્ય વ્યક્તિના દસ્તાવેજો રજૂ કરી 2018માં જમીનનો વેચાણ દસ્તાવેજ કરાયો હતો. આ જ જમીન 2024માં ફરી વેચાઈ હોવાનો પણ આક્ષેપ છે.આ અંગે 6 શખ્સ સામે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લીમગામડાની મેનાબેન ઠાકોરના પુત્રે જમીનના ઉતારા કઢાવતાં માતાનું નામ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જૂના રેકર્ડ કઢાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મેનાબેન જીવતી હોવા છતાં તેમના નામે 5 જૂન 1999ના રોજ મૃત્યુ થયાનું દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. ફરિયાદમાં આક્ષેપ છે કે મેનાબેનના પુત્ર મેરામના નામ સાથે મળતા નામવાળા અન્ય વ્યક્તિના દસ્તાવેજોનો ઉપયોગ કરી મેનાબેનનું નામ જમીનમાંથી કમી કરાવવા અરજી અને સોગંદનામું રજૂ કરાયું હતું. ત્યારબાદ 2018માં આ જ વ્યક્તિના દસ્તાવેજોના આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ કરાયો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પૂર્વઆયોજિત કાવતરું રચ્યાનો આક્ષેપ કરી મેનાબેને મોબતખાન હાજીખાન મલેક સહિત સંડોવાયેલા લોકો સામે વારાહી પોલીસ મથકે ફરિયાદ કરી છે. વારાહી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે. 1999માં મૃત 2026માં પોલીસ સમક્ષ ફરિયાદ‎ ફરિયાદ મુજબ, મેનાબેન જીવતી હોવા છતાં તેમના નામે મરણ ‎પ્રમાણપત્રના આધારે જમીનમાંથી હક કમી કરાયો હતો. 2018ના ‎વેચાણ બાદ 2024માં જમીન ફરી વેચાઈ હોવાનો આક્ષેપ છે.‎ કોની કોની સામે ફરિયાદ નોંધાઈ 1.મેરમભાઈ સુંડાભાઇ ઠાકોર રહે લીમગામડા, 2. મોહબત ખાન હાજીખાન મલેક રહે વારાહી, 3. ઉનડી મસા ભાઈ દાનસંગ ભાઈ ઠાકોર રહે કીલાણા 4, રસુલખાન અલીખાન જત રહે ગોખાંતર , 5,મહંમદખાન હુસેનખાન મલેક રહે વારાહી,6,અહેમદ ખાન નાથાજી મલેક રહે ગોખાંતર
    Click here to Read More
    Previous Article
    DDOનો આદેશ‎:દબાણો દૂર ન કરાવતાં ડીંડરોલના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા
    Next Article
    જુગાર રમતા તત્વો સામે પોલીસની લાલ આંખ:પાટણ જિલ્લામાં પોલીસે નવ સ્થળે રેડ કરી 45 જુગારી ઝડપ્યા,91 હજારની મત્તા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment