Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગાર રમતા તત્વો સામે પોલીસની લાલ આંખ:પાટણ જિલ્લામાં પોલીસે નવ સ્થળે રેડ કરી 45 જુગારી ઝડપ્યા,91 હજારની મત્તા જપ્ત

    8 hours ago

    પાટણ જિલ્લા પોલીસે વિવિધ તાલુકાઓમાં દરોડા પાડી જુગાર રમતા તત્વો સામે લાલ આંખ કરી છે. પાટણ શહેર સહિત હારીજ, સમી, ચાણસ્મા, શંખેશ્વર અને રાધનપુર વિસ્તારમાં કુલ 9 અલગ-અલગ સ્થળોએ જુગારના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 45 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ રૂ.91,370ની મત્તા તથા રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હારિજ ખાતે બોરતવાડા ગામ તરફના કાચા નેડિયા ઉપર બોરની ઓરડીમાં લાઈટના અજવાળે 8 શખ્સ જુગાર રમતા રોકડ રૂપિયા 43000 સાથે ઝડપી પાડ્યા હતા. હારીજ તાલુકાના નવા માકા ગામે રવિવારે સાંજે પાણીની ટાંકીના પાછળના ભાગે 5 શખ્સો જુગાર રમતા રોકડ રૂ.7930 સાથે ઝડપાયા હતા. ચાણસ્મા તાલુકાના સેધા ગામે શનિવારે રાત્રે ઠાકોર બાલાજી બાબુજી ના છાપરામાં લાઈટના અજવાળે જુગાર રમતા 6 શખ્સોને રોકડ રૂપિયા 6440 સાથે ઝડપી પાડ્યા હતા. પાટણ શહેરમાં તુલસી હોટલની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં રવિવારે બપોરે જુગાર રમતા 4 શખ્સોને રોકડ રૂપિયા 2600 સાથે ઝડપી પાડ્યા હતા. સમી તાલુકાના ચાંદરણી ગામે શનિવારે રાત્રે જાલમ ખાન બલોચના ઘરે જુગાર રમતા 4 શખ્સોને રોકડ રૂ.1460 સાથે ઝડપી પાડ્યા હતા.સમી તાલુકાના ભદરાડા ગામે શનિવારે રાત્રે મોમાઈ માતાજીના મંદિરના ખુલા ચોકમાં લાઈટના અજવાળે 5 શખ્સો જુગાર રમતા રોકડ રૂપિયા 12350 સાથે ઝડપી પાડ્યા હતા. સમી તાલુકાના ઝીલવાણા ગામે રવિવારે બપોરે તળાવની પાળ ઉપર ચાર શખ્સો જુગાર રમતા રોકડ રૂ.1760 સાથે ઝડપી પાડ્યા હતા. શંખેશ્વર તાલુકાના બીલીયા ગામે રવિવારે બપોરે તળાવની પાળ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂપિયા 1170 સાથે ઝડપી પાડ્યા હતા.રાધનપુર શહેરમાં અષ્ટ વિનાયક પ્લાઝામાં દુકાનમાં રવિવારે સાંજે જુગાર રમતા 6 શખ્સોને રોકડ રૂપિયા 14760 સાથે ઝડપી પાડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    61 વર્ષની મહિલાના નામે 1999નું મરણ પ્રમાણપત્ર:ગોખંતર ગામમાં જીવતી વિધવા મહિલાને કાગળ પર મૃત બતાવી જમીન વેચી મારી
    Next Article
    સાબરકાંઠાના અડધોઅડધ નાગરિકો પર માસિક રૂ. 150નો બોજ વધશે‎:સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાશન દુકાનોથી ખાંડ નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment