Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની 150થી વધુ સોસાયટીઓનું ભાવિ અદ્ધરતાલ:માંજલપુર વિધાનસભામાં અનેક સોસાયટીઓના દસ્તાવેજ ન થયા હોવાની કલેક્ટર કચેરીએ સંકલન બેઠકમાં રજૂઆત

    10 hours ago

    વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્યો તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સમસ્યાઓનું નિવારણ લાવવાનો અને વડોદરા તથા આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અટવાયેલા વિકાસના કાર્યોને વેગ આપવાનો હતો. બેઠકની શરૂઆતમાં જ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ લોકપ્રતિનિધિઓએ પોતપોતાના મતવિસ્તારના સળગતા પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા અને તેના ઝડપી ઉકેલ માટે ભાર મૂક્યો હતો. ટ્રાફિક નિવારણ માટે સર્કલ બનાવવા રજૂઆત બેઠક દરમિયાન ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થાપન, ગટર વ્યવસ્થા, અને અનધિકૃત કે પ્રક્રિયામાં અટવાયેલી સોસાયટીઓના પ્રશ્નો કેન્દ્રસ્થાને રહ્યા હતા, જેના પર સઘન મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાદરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને બે અત્યંત મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડોદરા અને પાદરા વચ્ચે અવરજવર કરતા વાહનચાલકોને અવારનવાર ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના નિવારણ માટે વેસ્ટર્ન ચોકડી પાસે યોગ્ય સર્કલનું નિર્માણ કરવું અનિવાર્ય છે. આ સર્કલ બનવાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને અકસ્માતોની સંભાવના પણ નહિવત થઈ જશે. આ ઉપરાંત, વડોદરા તરફથી પાદરા વિસ્તારમાં આવતા ગટરના ગંદા પાણીના નિકાલની વર્ષો જૂની સમસ્યા અંગે પણ તેમણે ગંભીરતાથી રજૂઆત કરી હતી. ગટરનું પાણી યોગ્ય રીતે નિકાલ પામી શકતું ન હોવાથી સ્થાનિક રહીશોને સ્વાસ્થ્ય સંબંધી અનેક મુશ્કેલીઓ નડે છે, જેના ઉકેલ માટે તાત્કાલિક ધોરણે નાળું પહોળું કરવા અંગે ધારાસભ્યએ માંગણી કરી હતી. સંબંધિત અધિકારીઓએ આ બંને પ્રશ્નોને હકારાત્મક રીતે સ્વીકારીને વહેલી તકે સર્વે કરી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. અનેક લોકોના મકાનના દસ્તાવેજ નથી થયા આ બેઠકમાં માંજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સતીશ પટેલે પણ તેમના મતવિસ્તારના નાગરિકોના પ્રશ્નોને વાચા આપી હતી. તેમણે રજૂઆત કરી હતી કે માંજલપુર વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ હજુ સુધી કાયદેસર થઈ શકી નથી, જેના કારણે ત્યાંના રહેવાસીઓને સરકારી કે અર્ધસરકારી કામોમાં તથા માલિકી હક્ક મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મુદ્દાની નોંધ લઈને કલેક્ટર દ્વારા તાત્કાલિક સંબંધિત મામલતદારને જાણ કરવામાં આવી હતી જે બાબતે મામલતદારે આંકડાકીય માહિતી રજૂ કરી હતી. માંજલપુરમાં 159 સોસાયટીઓ અદ્ધરતાલ માંજલપુરના ધારાસભ્ય સતીષ પટેલે જણાવ્યું હતું કે, જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જણાવ્યું હતું કે તેઓના મતવિસ્તારમાં મંજૂર થયેલી સોસાયટી 36, નામંજૂર થયેલી 43, પેન્ડિંગ 24, ડુપ્લીકેટ 26 અને જે સોસાયટીના ગામના નામ ન દર્શાવ્યા હોય તેવી 159 સોસાયટી છે. જે પૈકી કેટલીક કાયદેસર થઈ શકશે અને કેટલીક નહીં થઈ શકે. કેમ્પ યોજી લોકોને સલાહ આપવામાં આવશે આ સોસાયટીઓની કાયદેસરની પ્રક્રિયાને વેગ આપવામાં આવશે. વળી, આગામી સમયમાં આ મુદ્દે સ્થાનિક લોકોને સાચી માહિતી પૂરી પાડવા અને મૂંઝવણો દૂર કરવા માટે વિશેષ જાગૃતિ કેમ્પ યોજવામાં આવશે, જેથી નાગરિકો સરળતાથી પોતાની સોસાયટીઓને નિયમિત કે કાયદેસર કરાવી શકે. આ સમગ્ર જિલ્લા સંકલન બેઠકનું આયોજન પ્રશાસન અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલન સાધીને પ્રજાના પ્રશ્નોનું ટૂંકા સમયમાં નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી ખૂબ જ સફળ રહ્યું હતું. કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો પર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તરે કામગીરી થવી જોઈએ. આ પ્રકારની બેઠકોથી વડોદરા જિલ્લાના નાગરિકોના રોજિંદા પ્રશ્નો જેમ કે ટ્રાફિક, સ્વચ્છતા, ગટર વ્યવસ્થા અને પ્રોપર્ટી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટેનો રસ્તો વધુ સરળ બને છે. આવનારા દિવસોમાં આ તમામ નિર્ણયોની અમલીકરણ પ્રક્રિયા શરૂ થવાથી વડોદરા અને પાદરા પંથકના લોકોને મોટી રાહત મળશે તેવી પૂરી આશા બંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના ઉદ્યોગોને સાંજે 5 કલાક ઓછી વીજળી વાપરવા ઉર્જામંત્રીની અપીલ:ઓક્ટોબરમાં પણ ગરમી યથાવત રહેતા વપરાશ ઐતિહાસિક સપાટીએ, વધુ વીજળી માટે અધિકારીએ દિલ્હી દોડ્યા
    Next Article
    મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ થીમ પર દુર્ગાપૂજાનું આયોજન:ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે મહોત્સવ, મહાઆરતી અને ધુનુચી નૃત્ય મુખ્ય આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment