Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનવિભાગની કાર્યવાહી:લીલીયા રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન દરમિયાન માનવ મૃત્યુ, બે આરોપીની ધરપકડ

    10 hours ago

    અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહ દર્શન દરમિયાન માનવ મૃત્યુના બનાવ બાદ વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પહેલા લીલીયા રેન્જ વિસ્તારમાં સિંહના મેટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રાજ્ય સરકારે આવી લાયન શોની ઘટનાઓમાં દાખલો બેસાડવા માટે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જેના પગલે વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વન વિભાગે મૃતક અહેમદ રફીકભાઈ મુંજાવર ઉર્ફે સોહિલ મેમણ, રેહાનખાન પઠાણ (રહે. કસબા વિસ્તાર, અમરેલી) અને યશરાજસિંહ વાજા (રહે. સાવરકુંડલા) સામે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (Wild Life Protection Act, 1972) ની વિવિધ કલમો હેઠળ કરવામાં આવી છે. આ ગુનામાં કાયદા મુજબ ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે. લીલીયા વન વિભાગ દ્વારા ધરપકડ કરાયેલા બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રેલિયામાં હનીમૂન મનાવશે આમિર-ગૌરી:દીકરા આઝાદ-ક્વિન પણ સાથે જશે, પાછા ફરીને નવા ઘરમાં શિફ્ટ થશે; પૂર્વ પત્ની કિરણ રાવ નજીક રહેશે
    Next Article
    નેશનલ ચેસ ચેમ્પિયન દ્વારા સ્વખર્ચે ચેસ શીખવવાનું અભિયાન:વીરેન્દ્રસિંહ ઝાલાએ પાટડીમાં 150 વર્કશોપ પૂરા કરી ઇતિહાસ રચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment