Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ કોર્ટના વકીલો 3 ઓક્ટોબર સુધી કામથી અળગા રહેશે:ગુજરાત ભાડા વિધેયક સામે વિરોધ, સિવિલ કોર્ટની સત્તા રેવેન્યુ વિભાગને આપવા સામે વાંધો

    2 days ago

    ગુજરાત સરકારના 'ગુજરાત ભાડા વિધેયક 2026' સામે રાજ્યભરના વકીલોમાં નારાજગી છે. વલસાડ જિલ્લા વકીલ મંડળે 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 સુધી કોર્ટની કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વકીલ મંડળ મુજબ, નવા વિધેયકમાં મકાન માલિક-ભાડૂત વિવાદો માટે સિવિલ કોર્ટને બદલે કલેક્ટર અને પ્રાંત અધિકારી (રેવેન્યુ વિભાગ)ને સત્તા આપવાની જોગવાઈ છે. વકીલ યોગેશ ગુપ્તાએ કહ્યું કે, સિવિલ કોર્ટના કેસો રેવેન્યુ વિભાગને સોંપવાથી વકીલો અને અસીલોના હિતોને નુકસાન થશે. વકીલ ભરત દેસાઈએ મેટ્રિક પાસ મામલતદારો ભાડાના કેસો કેવી રીતે ચલાવશે તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. વકીલોની આ હડતાળથી વલસાડ કોર્ટમાં નિયમિત સુનાવણી અને દસ્તાવેજી કામગીરી ખોરવાઈ ગઈ છે. દૂરના વિસ્તારોમાંથી આવતા પક્ષકારોને મુશ્કેલી પડી રહી છે. વકીલ મંડળે સરકારને વિધેયક પર ફરી વિચાર કરવા અને સુધારા સ્વીકારવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના રૂમાલા ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો:બે દિવસથી ભયનો માહોલ હતો, વન વિભાગે પાંજરે પૂર્યો
    Next Article
    થાનગઢના જામવાળીમાં ગેરકાયદે કોલસાના 63 કુવા જપ્ત:સરકારી જમીન પરથી 71.45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો, તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment