Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢના જામવાળીમાં ગેરકાયદે કોલસાના 63 કુવા જપ્ત:સરકારી જમીન પરથી 71.45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો, તપાસ ચાલુ

    2 days ago

    ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરિયા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં કાર્યવાહી કરી. સરકારી સર્વે નંબર 105 અને 106ની જમીનમાંથી ગેરકાયદેસર કોલસાના 63 કુવા જપ્ત કરાયા. આ કાર્યવાહીમાં કુલ 71.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 235 મેટ્રિક ટન કોલસો, 63 ચરખી, 63 બકેટ અને 7 એન્જિન મશીનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી અને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કયા લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે અંગેની તપાસ ચાલુ છે. ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ખનનને રોકવા માટે મામલતદાર થાનગઢ અને ભુસ્તરશાસ્ત્રીની ટીમને દૈનિક દેખરેખ રાખવાની સૂચના પણ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ કોર્ટના વકીલો 3 ઓક્ટોબર સુધી કામથી અળગા રહેશે:ગુજરાત ભાડા વિધેયક સામે વિરોધ, સિવિલ કોર્ટની સત્તા રેવેન્યુ વિભાગને આપવા સામે વાંધો
    Next Article
    ભરૂચમાં ખુલ્લામાં કચરો નાખનારા સામે પાલિકની કડક કાર્યવાહી:મુખ્ય અધિકારીની આગેવાનીમાં ચેકિંગ, નિયમો તોડવા બદલ 9 હજારનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment