Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ખુલ્લામાં કચરો નાખનારા સામે પાલિકની કડક કાર્યવાહી:મુખ્ય અધિકારીની આગેવાનીમાં ચેકિંગ, નિયમો તોડવા બદલ 9 હજારનો દંડ વસૂલાયો

    2 days ago

    ભરૂચ શહેરમાં જાહેર સ્થળો અને ખુલ્લી જગ્યાઓમાં કચરો નાખી ગંદકી ફેલાવનારા સામે નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન જીગીસા પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોની આગેવાનીમાં રાત્રે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. ચેકિંગ વખતે જાહેર સ્થળોએ ખુલ્લામાં કચરો નાખતા લોકોને રોકીને ત્યાં કચરો ન નાખવા સમજાવવામાં આવ્યું હતું. નિયમો તોડવા બદલ આશરે 9 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકાએ લોકોને અપીલ કરી છે કે, તેઓ જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યામાં કચરો ન નાખે અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવાનો ઉપયોગ કરે. શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે લોકોનો સહકાર જરૂરી છે. આગામી દિવસોમાં પણ ખુલ્લામાં કચરો નાખનારા અને ગંદકી કરનારા સામે ચેકિંગ અને દંડની કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    થાનગઢના જામવાળીમાં ગેરકાયદે કોલસાના 63 કુવા જપ્ત:સરકારી જમીન પરથી 71.45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો, તપાસ ચાલુ
    Next Article
    પ્રહલાદનગરમાં વેજીટેબલ માર્કેટ કે જૈન સાધ્વીઓના રહેવાનું સ્થળ?:માર્કેટની અંદર મંડપ અને કપડા સુકાતા જોવા મળ્યા, એસ્ટેટ વિભાગ ઊંઘતુ ઝડપાતા અધિકારીએ કહ્યું-તપાસ કરાવી લઈએ છીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment