Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રહલાદનગરમાં વેજીટેબલ માર્કેટ કે જૈન સાધ્વીઓના રહેવાનું સ્થળ?:માર્કેટની અંદર મંડપ અને કપડા સુકાતા જોવા મળ્યા, એસ્ટેટ વિભાગ ઊંઘતુ ઝડપાતા અધિકારીએ કહ્યું-તપાસ કરાવી લઈએ છીએ

    2 days ago

    અમદાવાદ શહેરમાં જાહેર રોડ ઉપર શાકભાજી અને ફ્રુટ વેચવા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી છે. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર વિસ્તારમાં બનાવવામાં આવેલું વેજીટેબલ માર્કેટ હવે જૈન સાધ્વીઓને રહેવા માટેનું સ્થળ બનાવી દેવામાં આવ્યું છે. આ માર્કેટમાં મંડપ નાખી દેવામાં આવ્યા અને કપડાં સુકવવામાં આવી રહ્યા છે. જેના વીડિયો હાલ સામે આવ્યા છે. ત્યારે આ મામલે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી સ્ટેટ ઓફિસર શંકર અસારીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પર્યુષણ માટે જગ્યા આપવા અંગેનો ઠરાવ કરી અને ત્યાં જગ્યા આપવામાં આવનાર હતી. જો કે આ અંગેનો ઠરાવ કરી અને જગ્યા આપવામાં આવી છે કે કેમ તે અંગે આજે અમે તપાસ કરાવી લઈએ છીએ. છેલ્લા એક મહિનાથી તેઓ રહેતા હોવાની માહિતી મળી છે. શાકભાજીના વેચાણના થડા પાસે વસ્તુઓ, માટલા મૂકવામાં આવ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે. જો કે આ વેજીટેબલ માર્કેટ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે ત્યારે આ માર્કેટમાં કેટલાક જૈન સાધ્વીઓ રહેવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે. શાકભાજીના વેચાણ માટે જે થડા બાંધવામાં આવ્યા છે ત્યાં બધી વસ્તુઓ અને માટલા મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં મચ્છરદાનીઓ પણ લગાવવામાં આવી છે. માર્કેટનો એક તરફના ભાગમાં મંડપ, કપડા સૂકવવામાં આવ્યા વેજીટેબલ માર્કેટના એક તરફના ભાગમાં મંડપ બાંધી અને કેટલાક ભાગને ઢાંકી દેવામાં આવ્યો છે અને ત્યાં કપડાઓ પણ સુકવવામાં આવી રહ્યા છે. આ માર્કેટ શાકભાજીના વેચાણ માટે આપવામાં આવ્યું છે પરંતુ આ માર્કેટમાં તો જૈન સાધ્વીઓને રહેવા માટેની જગ્યા આપી હોય તેવી સ્થિતિ છે. એક તરફ શહેરમાં રોડ ઉપર શાકભાજી ફ્રુટના વેપારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે વેજીટેબલ માર્કેટમાં જ વેપારીઓને બેસવાની જગ્યા આપવામાં આવી નથી. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ પ્રતિબંધો જાહેર કરે છે પરંતુ બીજી તરફ વેજીટેબલ માર્કેટ વેપારીઓ માટે ખુલ્લા મુકવામાં આવતા નથી અને તેમાં બેસાડવામાં આવી રહ્યા નથી. ત્યારે કોર્પોરેશનની આ કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વેપારીઓ પણ વેજીટેબલ માર્કેટ ખાલી હોવા છતાં પણ તેમને ફાળવવામાં ન આવતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. ભાજપના નેતાએ જ જગ્યા ફાળવવા ભલામણ કર્યાંની ચર્ચા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંધ વેજીટેબલ માર્કેટમાં પર્યુષણ પર્વ દરમિયાન જૈન સાધ્વીઓને જગ્યા ફાળવવા ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને અમે ઠરાવ કરાવી દેશું સ્ટેન્ડિંગ કમિટીમાં તમે અત્યારે તેમને ત્યાં જગ્યા ફાળવી દો એમ કહી અને ત્યાં જગ્યામાં રહેવા લાગ્યા હતા. જો કે આમાં કોઈ પણ પ્રકારનો ઠરાવ ન થયો હોવાનું જાણવા મળ્યું છે અને અધિકારીએ આ બાબતે અમે તપાસ કરી લઈશું તેમ કહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ખુલ્લામાં કચરો નાખનારા સામે પાલિકની કડક કાર્યવાહી:મુખ્ય અધિકારીની આગેવાનીમાં ચેકિંગ, નિયમો તોડવા બદલ 9 હજારનો દંડ વસૂલાયો
    Next Article
    મોડીરાત્રે બુલેટ લઈને કમિશનર ફિલ્ડમાં નીકળ્યા:સોરઠીયા વાડી સર્કલથી ભક્તિનગર સુધીના વિસ્તારમાં ચેકીંગ, ગંદકી કરનાર વેપારીઓ પાસે સફાઈ કરાવી સ્વચ્છતાનાં શપથ લેવરાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment