Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનસ્વી રીતે ઓછું કે વધુ ભાડું લેનાર સામે કડક કાર્યવાહી:નવસારી-વિજલપોરમાં આજથી ઓટોરિક્ષાનું નવું ભાડાપત્રક અમલમાં‎

    7 hours ago

    નવસારી અને વિજલપોર વિસ્તારમાં આજથી ઓટોરિક્ષા માટે નવું સત્તાવાર ભાડાપત્રક અમલમાં આવી રહ્યું છે. નવસારી-વિજલપોર ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા શહેરના તમામ રિક્ષાચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક ચાલકે નવા જાહેર કરાયેલા ભાડાપત્રક મુજબ જ મુસાફરો પાસેથી ભાડું લેવાનું રહેશે. ​ એસોસિએશનના જણાવ્યાનુસાર, છેલ્લા નવ વર્ષના સમયગાળામાં સીએનજી ગેસના ભાવ બમણા થઈ ચૂક્યા છે. વાહનોના પાર્ટ્સ, ટાયર તેમજ મેન્ટેનન્સના ખર્ચમાં પણ ભારે વધારો થયો છે. આવી સ્થિતિમાં જૂના ભાડામાં રિક્ષા ચલાવવી આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી આ નવો ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે. ​ મુસાફરો સાથે ભાડા બાબતે કોઈ પણ પ્રકારની જીભાજોડી કે તકરાર ન કરવા રિક્ષાચાલકોને ખાસ અપીલ કરાઇ છે. મુસાફરોને શાંતિપૂર્વક સ્થિતિ સ્પષ્ટ કરી સમજાવવું કે સીએનજીના ભાવ બમણા થઈ જવાને કારણે આ વધારો અમલમાં મુકાયો છે. ​આ સાથે જ એસો.ને તમામ સભ્યોને એકતા જાળવવા તાકીદ કરી છે. જો કોઈ રિક્ષાચાલક નિયમ વિરુદ્ધ જઈને નિર્ધારિત દર કરતાં ઓછું ભાડું લઈને ફેરા મારતો ધ્યાને આવે, તો તેની સાથે સીધી મગજમારી કે ઝઘડો કરવાને બદલે તેને સમજાવાનો પ્રયાસ કરવો. જો તેમ છતાં તે ન માને કે વિવાદ ઊભો કરે, તો તાત્કાલિક તે રિક્ષાનો નંબર નોંધીને એસો.ના હોદ્દેદારોને જાણ કરવી. ​ એસો.ને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ સંજોગોમાં "ભાડા’ અંગે અનિયમિતતા આચરનાર રિક્ષાચાલક પકડાશે તો તેની સામે શિસ્તભંગ અને કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. તમામ રિક્ષાચાલકોએ આ નિયમોનું ચૂસ્તપણે પાલન કરી સહકાર આપવા જણાવાયું છે. મુસાફરો સાથે કોઈ ગેરવર્તણૂક ન થાય અને નિયત ભાડું જ લેવાય તે જરૂરી છે મોંઘવારીના આ સમયમાં રિક્ષા ભાડામાં થયેલો અચાનક વધારો સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના બજેટ પર સીધો બોજ નાખશે. જોકે, સીએનજીના વધેલા ભાવને કારણે રિક્ષાચાલકોની મજબૂરી પણ સમજી શકાય તેવી છે. તંત્ર અને એસોસિએશને સુનિશ્ચિત કરવું જોઈએ કે મુસાફરો સાથે કોઈ ગેરવર્તણૂક ન થાય અને નિયત ભાડું જ લેવાય. - મહેશભાઈ પટેલ, મુસાફર.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં અહિ થઈ રહ્યો છે ખતરનાક સાપનો ઉછેર:મુખ્ય 4 ઝેરી સાપમાંથી 68.57 ગ્રામ ઝેર કઢાયુ, એન્ટી-વેનમની તૈયારી; ધરમપુરમાં 2.25 હેક્ટરમાં બનશે વિશાળ સંશોધન કેન્દ્ર
    Next Article
    કાર્યવાહી:કનીજમાં નાળ ઉઘરાવીને ચાલતાં જુગાર પર SMCની રેડ, 8 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment