Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈડરના કાડીયાદરા નજીક SMCની રેડ:કારમાંથી 7.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 18.23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા, પાંચ વોન્ટેડ

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાડીયાદરા ગામ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ-બીયરની આશરે 77 પેટી અને 2,055 બોટલ મળી આવી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ.7,92,339 થાય છે. વાહન અને અન્ય મુદ્દામાલ સહિત પોલીસે કુલ રૂ.18,23,339નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે આરોપીઓની ધરપકડ, પાંચ વોન્ટેડ પોલીસની વિગતો મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયાની આગેવાની હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિજયનગરથી ઈડર તરફ આવતા માર્ગ પર કાડીયાદરા ગામના જાહેર રસ્તા પર રેડ કરી હતી. આ દરમિયાન ગેરકાયદેસર રીતે લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ઈડરના ટાઉનહોલ પાછળ આવેલા દલજીતનગરમાં રહેતા વિજય હનુમાનજી ઓડ અને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જાડોલ તાલુકાના દહીયા ગામના પરમાર ફળિયામાં રહેતા મનુલાલ પારસરામ પરમારનો સમાવેશ થાય છે. સાત આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો આ કેસમાં ઈડરના પ્રવિણજી હજારજી વણઝારા અને જયંતીજી હજારજી વણઝારા તેમજ રાજસ્થાનના દહીયા ગામના રબારી દલા ભુરા, મોહન પ્રભાત રબારી અને નીતિન નામના શખસ સહિત પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં કુલ સાત આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો, વાહન અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કડીના માથાસુર ગામે વ્યાજબી ભાવની દુકાન સીલ:મહેસાણા પુરવઠા વિભાગની ઓચિંતી તપાસમાં સંચાલક ગેરહાજર
    Next Article
    હરણખાના રોડ પર વેપારી પર છરીથી હુમલો:રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે મારામારી, ત્રણ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment