Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીના માથાસુર ગામે વ્યાજબી ભાવની દુકાન સીલ:મહેસાણા પુરવઠા વિભાગની ઓચિંતી તપાસમાં સંચાલક ગેરહાજર

    8 hours ago

    મહેસાણા જિલ્લાના કડી તાલુકાના માથાસુર ગામે આવેલી વ્યાજબી ભાવની અનાજની દુકાન સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પુરવઠા વિભાગની ટીમે દુકાનની ઓચિંતી તપાસ હાથ ધરતાં સંચાલક ભુપેન્દ્રભાઈ પટેલ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. તંત્ર દ્વારા તેમનો ફોન પર સંપર્ક કરવા છતાં તેઓ હાજર ન થતાં અધિકારીઓએ તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારી નોટિસ ચોંટાડી દીધી છે. સંચાલક ગેરહાજર રહેતાં તંત્રએ સીલ માર્યું મહેસાણા પુરવઠા વિભાગની ટીમે માથાસુર ગામે આવેલી સરકારી અનાજની દુકાનની આકસ્મિક તપાસ કરી હતી. આ દરમિયાન સંચાલક ભુપેન્દ્રભાઈ પટેલ ગેરહાજર હોવાથી તેમનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓ સ્થળ પર આવ્યા ન હતા. જેના પગલે પુરવઠા તંત્રએ દુકાનને સીલ મારી સક્ષમ અધિકારીની મંજૂરી વિના સીલ ખોલવાનો પ્રયાસ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની નોટિસ ચોંટાડી હતી. અન્ય સંચાલકોમાં ફાળ, જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક ન થયો સરકારી અનાજના વિતરણમાં નિયમોનું પાલન કરાવવા હાથ ધરાયેલી આ ઓચિંતી તપાસથી અન્ય વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોમાં ભારે ચર્ચા જાગી છે. દુકાન સીલ કરવાના ચોક્કસ કારણો અંગે સત્તાવાર વિગત મેળવવા 'દિવ્ય ભાસ્કર' દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી બીરેન પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ બસ પાર્કિંગમાં બેઠેલી નિરાધાર મહિલાની મદદે 181ટીમ પહોંચી:જાગૃત નાગરિકે રાત્રે વાગ્યે ફોન કર્યો, સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો
    Next Article
    ઈડરના કાડીયાદરા નજીક SMCની રેડ:કારમાંથી 7.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 18.23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા, પાંચ વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment