Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરણખાના રોડ પર વેપારી પર છરીથી હુમલો:રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે મારામારી, ત્રણ સામે ફરિયાદ

    7 hours ago

    વડોદરા શહેરના હરણખાના રોડ પર આવેલી આમલેટની દુકાને રિક્ષામાં પેસેન્જર બેસાડવાની સાધારણ બાબતમાં અદાવત રાખી દુકાનદાર પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. નાલબંધવાડા વિસ્તારમાં રહેતા અને 'નુર આમલેટ' નામની દુકાન ચલાવતા હુસેનઉદ્દીન શેખ પર આ જાનલેવા હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે વાડી પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉના દિવસે થયેલી બોલાચાલીની અદાવત રાખી ઈજાગ્રસ્ત હુસેનઉદ્દીન શેખ આમલેટની દુકાન ચલાવવાની સાથે પાર્ટ ટાઈમ રિક્ષા પણ ચલાવે છે. ગત 27 તારીખે યુસુફ ટીનીવાળા નામના શખ્સે તેમની દુકાને આવીને પોતાની પત્નીને રિક્ષામાં બેસાડવા મુદ્દે પ્રશ્ન કર્યો હતો, જે તે સમયે સમજાવટથી થાળે પડ્યો હતો. પરંતુ આ બાબતની અદાવત રાખી બીજા દિવસે યુસુફનો પુત્ર રિયાઝ તેના બે મિત્રો સાફીલ અને સારીક સાથે દુકાને ધસી આવ્યો હતો અને ગાળાગાળી કરી બોલાચાલી શરૂ કરી હતી. માથામાં છરીનો ઘા ઝીંકી મારી નાખવાની ધમકી બોલાચાલી દરમિયાન સાફીલ અને સારીકે હુસેનઉદ્દીનને ગડદાપાટુનો માર માર્યો હતો, જ્યારે ઉશ્કેરાયેલા રિયાઝે છરી વડે હુસેનઉદ્દીનના માથાના ભાગે ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય આરોપીઓ "હવે પછી મળીશ તો જીવતો નહીં છોડીએ" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. વાડી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈડરના કાડીયાદરા નજીક SMCની રેડ:કારમાંથી 7.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 18.23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા, પાંચ વોન્ટેડ
    Next Article
    57 साल पुराना किशोर कुमार का रोमांटिक गाना, जो पति-पत्नी के रिश्ते पर बैठता है फिट, लता-मोहम्मद की आवाज में अमर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment