Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગ્યા ફાળવી બાંધકામ શરૂ કરવા SMC-વાલીમંડળની રજૂઆત‎:માધવપુરમાં કન્યા શાળાનું બિલ્ડીંગ તોડ્યાના 6 મહિના બાદ પણ નવું મકાન ન બનતાં રોષ

    1 day ago

    માધવપુર ગામમાં આવેલ કન્યા પ્રાથમિક શાળાનું જૂનું બિલ્ડીંગ માધવરાયજી મંદિરના વિકાસ પ્રોજેક્ટ માટે 6 માસ પૂર્વે ડીમોલિશન કરવામાં આવ્યા બાદ નવા બિલ્ડીંગનું કામ શરૂ ન થતા વાલીમંડળ દ્વારા પોરબંદરના જિલ્લા.કલેકટર સહિતના આગેવાનોને રજુઆત કરી હતી. માધવપુર ઘેડ ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળાનું જૂનું બિલ્ડીંગ માધવરાયજી મંદિરના વિકાસ પ્રોજેક્ટ માટે ડીમોલિશન કરવામાં આવ્યા બાદ લાંબો સમય વીતવા છતાં નવા બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ ન થતાં ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે વાલીમંડળે આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી-2026માં માટીના નમૂના લેવાયા હોવા છતાં 6 મહિના વીતી ગયા છતાં નવું મકાન બનાવવાની પ્રક્રિયા ખોરંભે પડી છે, જેનાથી બાળકીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. ગામમાં આવેલા જૂના દવાખાના અથવા જૂના પોલીસ સ્ટેશનની સરકારી જગ્યા પૈકી યોગ્ય સ્થળની તાત્કાલિક સ્થળ તપાસ કરાવી કન્યા શાળા માટે ફાળવવામાં આવે અને જ્યાં સુધી નવું મકાન ન બને ત્યાં સુધી બાળકીઓ માટે સુરક્ષિત અને યોગ્ય વૈકલ્પિક શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. પદાધિકારીઓને રજુઆત કરી ​માધવપુર કન્યા શાળા માટે ગામના જૂના દવાખાના અથવા જૂના પોલીસ સ્ટેશન પૈકી યોગ્ય સરકારી જમીન કન્યા શાળાને ફાળવવા માંગ ઉઠી હતી.વાલીમંડળ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને વિગતવાર પત્ર પાઠવી તાકીદે નિર્ણય લેવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    મૃતકોના પરિવાર, અસરગ્રસ્તોને વળતર સાથે દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ:લઠ્ઠાકાંડ મામલે પોરબંદર કોંગ્રેસનું માણેકચોકમાં ધરણાં-વિરોધ પ્રદર્શન
    Next Article
    સ્થાનિક સ્તરે યુવાનોને રોજગારીની તક મળી‎:જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો, 28 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment