Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલાઈકા અરોરાએ ચપ્પલ પહેરીને નવી કારની પૂજા કરી:રિવિલિંગ ડ્રેસ અને હીલ્સ પહેરવા પર લોકો ભડક્યા; 28 લાખની થાર રોક્સ ખરીદી

    2 days ago

    એક્ટ્રેસ મલાઈકા અરોરાએ તાજેતરમાં નવી મહિન્દ્રા થાર રોક્સ ગાડી ખરીદી છે. કારની ડિલિવરી પછી તે પોતાના મિત્રો અને સ્ટાફ સાથે ગાડીની પૂજા કરતા જોવા મળ્યા. પૂજા દરમિયાન મલાઈકાના પગમાં સેન્ડલ (હીલ્સ) જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ઉઠ્યા છે. સેન્ડલ ઉતાર્યા વગર અને રિવિલિંગ કપડાંમાં નવી ગાડીની આરતી ઉતારવા પર લોકોએ મલાઈકા પર નારાજગી વ્યક્ત કરી અને તેને માત્ર ફોટો પડાવવાનો દેખાડો ગણાવ્યો છે. ચપ્પલ પહેરીને આરતી ઉતારવા પર યુઝર્સ ભડક્યા સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં મલાઈકા અરોરા સ્ટ્રાઈપ્ડ કો-ઓર્ડ સેટ ડ્રેસ, ડીપ-નેક ટોપ, ગોગલ્સ અને હીલ્સ પહેરેલી જોવા મળી રહી છે. તેમના હાથમાં પૂજાની થાળી છે અને તે ગાડી પર તિલક લગાવીને આરતી ઉતારી રહી છે. ચપ્પલ પહેરીને પૂજા કરવા પર એક યુઝરે લખ્યું, “બીજું કંઈ નહીં પણ ચંપલ તો ઉતારી લેવા હતા, આ લોકો ફક્ત ફોટો પડાવવા માટે પૂજા કરે છે.” બીજા યુઝરે કમેન્ટ કરી, "ચપ્પલ પહેરીને પૂજા કોણ કરે છે?" જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે પૂજા શ્રદ્ધાનું કામ છે, પરંપરાગત અને શાલીન કપડાં પહેરવા જોઈતા હતા. 28 લાખની કાર ખરીદવા બદલ ચાહકોએ અભિનંદન પાઠવ્યા મલાઈકાએ પોતાની આ નવી મહિન્દ્રા થાર રોક્સ માટે લગભગ 28 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ગાડીઓને ફૂલોની માળાઓથી સજાવવામાં આવી હતી. જ્યાં એક તરફ કપડાં અને હીલ્સ પહેરીને પૂજા કરવાને કારણે મલાઈકા ટ્રોલ થઈ રહી છે, ત્યાં બીજી તરફ તેના ચાહકો તેની આ નવી સફળતા અને શાનદાર કાર ખરીદવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. મલાઈકાએ કહ્યું હતું- હવે સફાઈ નથી આપતી પોતાની સતત થતી ટ્રોલિંગ પર મલાઈકા અરોરા હંમેશા બેબાકીથી જવાબ આપતી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે લોકોએ તેમની કારકિર્દી, કપડાં અને સંબંધો દરેક વસ્તુને જજ કરી છે. મલાઈકાએ કહ્યું હતું, "જે દિવસથી મેં લોકોને સફાઈ આપવાનું બંધ કરી દીધું, તે દિવસથી હું આઝાદ અનુભવવા લાગી. મને બોલ્ડ અને ઘણું બધું કહેવામાં આવ્યું, પરંતુ હવે મને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી."
    Click here to Read More
    Previous Article
    ભાજપના નેતાઓ વચ્ચે મારામારી, મહિલા કોર્પોરેટર-પતિની આંગળીઓ તોડી નાખી:સુરતમાં MLAની હાજરીમાં બબાલ, ટીપી કમિટીના ચેરમેન હિંસક બન્યા, ખુરશી લઈને મારવા દોડ્યા
    Next Article
    સલમાન ખાને સોહેલને આગળ વધવાની સલાહ આપી:કહ્યું- કોઈને ડેટ કરવાનું શરૂ કરો; દીકરા સાથે વીડિયો કૉલ પર વાત કરાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment