Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના નેતાઓ વચ્ચે મારામારી, મહિલા કોર્પોરેટર-પતિની આંગળીઓ તોડી નાખી:સુરતમાં MLAની હાજરીમાં બબાલ, ટીપી કમિટીના ચેરમેન હિંસક બન્યા, ખુરશી લઈને મારવા દોડ્યા

    2 days ago

    સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈ મારવા દોડ્યા, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફેક્ચર થયું છે. સોસાયટીના પ્રશ્નોની બેઠક લોહિયાળ બની વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ, અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો. મિટિંગ મારામારી સુધી કેમ પહોંચી? ચર્ચા દરમિયાન મિટિંગમાં કોને બોલાવવામાં આવ્યા છે અને કોને બાકાત રાખવામાં આવ્યા છે તે મુદ્દે કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતાં વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. ડિમોલિશન વિવાદ અને ટીપી ચેરમેન સામે ગંભીર આક્ષેપ મનહર વોરાએ જણાવ્યું હતું કે, સોસાયટીના પ્રશ્નો અંગે બેઠક પૂર્ણ થયા બાદ તેમને અંદર બોલાવાયા હતા. આ દરમિયાન ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરાવવા અંગે રજૂઆત થઈ હતી. કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત યાદ અપાવવા છતાં મહેન્દ્ર દેસાઈએ ‘હું થૂંકેલું પાછું નહીં લઉં’ તેમ કહીને રજૂઆત ફગાવી દીધી હતી. જો ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ વેપારીઓ ધંધો ન કરી શકે તો તેઓ ક્યાં જશે તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા. ધારાસભ્યએ વિનંતી કરતા પોલીસ ફરિયાદ કરી નહીં ઘટના બાદ મનહરભાઈએ 100 નંબર પર કોલ કરીને બે વાર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધારાસભ્ય કાંતિ બલરે પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ ન થાય તેવું કહીને આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદેશના નેતાઓને ઈ-મેઇલથી કરી ફરિયાદ ઘરે આવ્યા બાદ પ્રદેશના ઉચ્ચ નેતાઓ સાથે વાતચીત થતાં તેમણે સંગઠન સ્તરે લેખિત રજૂઆત કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ મનહરભાઈએ તેમના ધર્મપત્ની અને કોર્પોરેટર જયશ્રી વોરાના ઓફિશિયલ લેટરપેડ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, રત્નાકરજી તથા અન્ય શહેર નેતાઓને ઈમેલ કરીને સમગ્ર ઘટના અને આક્ષેપો અંગે વિસ્તૃત રજૂઆત મોકલી આપી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. ધારાસભ્યની ઓફિસમાં ખુરશી લઈ મારવા દોડ્યા કોર્પોરેટર જયશ્રી વોરાએ રડતા રડતા જણાવ્યું હતું કે, ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તેમની પર અને તેમના પતિ પર અચાનક હુમલો કરી દીધો હતો. વાતચીત ચાલી રહી હતી ત્યારે જ મહેન્દ્ર દેસાઈ ઉશ્કેરાઈને સીધી ખુરશી ઉપાડીને મારવા દોડ્યા હતા. આ હિંસક ઝપાઝપીમાં મને અને મારા પતિ બંનેને ઈજાઓ પહોંચી હતી, જેમાં આંગળી અને અંગૂઠાના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. હુમલા બાદ તેઓ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. મેં કોઈને માર્યા નથી: મહેન્દ્ર દેસાઈ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું કે મેં કોઈને પણ માર માર્યો નથી. ઘરના ભાઈ-બહેન વચ્ચે જે રીતે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થાય, બસ તે જ રીતે અમારી વચ્ચે પણ સામાન્ય વિવાદ થયો હતો. સ્થિતિ વણસતા મેં જ છુટા પાડ્યા: ધારાસભ્ય ધારાસભ્ય કાંતિ બલરે સ્વીકાર્યું હતું કે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર દલીલ બાદ બંને સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે ઝપાઝપી તથા મારપીટ થઈ હતી. સ્થિતિ વણસતા મેં તેમજ અન્ય કોર્પોરેટરો જેવા કે જયશ્રી, વિક્રમભાઈ અને સ્વાતિબેન પટેલે વચ્ચે પડીને બંનેને છૂટા પાડ્યા હતા. મારી હાજરીમાં આ ઘટના બની તે અયોગ્ય મહિલા કોર્પોરેટર પર કોઈએ હાથ ઉપાડ્યો નથી કે તેમને માર માર્યો નથી. છૂટા પાડતી વખતે કદાચ કંઈ વાગ્યું હોય તો અલગ વાત છે, પરંતુ ખાસ ટાર્ગેટ કરીને માર મરાયો હોવાની વાત તદ્દન ખોટી છે. પ્રદેશ નેતાગીરી સુધી પહોંચ્યો વિવાદ આ સમાચાર વાયુવેગે સુરતથી ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ડિમોલિશન અને ટીપી વિભાગના નિર્ણયોને લઈને ચાલતી આંતરિક ખેંચતાણમાં હવે નેતાઓ એકબીજાના હાડકાં ભાંગવા સુધી પહોંચી ગયા છે. આ બનાવ સંદર્ભે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર હાથમતી વિયર ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ:જમીન સંપાદન વિવાદ ઉકેલાયા બાદ કામગીરી ફરી શરૂ, ટૂંક સમયમાં લોકાર્પણ
    Next Article
    મલાઈકા અરોરાએ ચપ્પલ પહેરીને નવી કારની પૂજા કરી:રિવિલિંગ ડ્રેસ અને હીલ્સ પહેરવા પર લોકો ભડક્યા; 28 લાખની થાર રોક્સ ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment