Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર હાથમતી વિયર ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ:જમીન સંપાદન વિવાદ ઉકેલાયા બાદ કામગીરી ફરી શરૂ, ટૂંક સમયમાં લોકાર્પણ

    2 days ago

    હિંમતનગરના હાથમતી વિયર પર બની રહેલા ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આશરે 22 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ હિંમતનગર, ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઈવેને જોડશે. આનાથી શહેરીજનો અને વાહનચાલકોને શહેરમાંથી પસાર થવાની જરૂર નહીં પડે. 210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. જેમાં કલરકામ, વીજપોલ લગાવવા અને ફૂટપાથ પર બ્લોક બેસાડવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. બંને તરફ ઓવરબ્રિજના જોડાણની કામગીરી અંતિમ તબક્કામાં છે. જમીન સંપાદનના વિવાદને કારણે બ્રિજનું કામ બે મહિનાથી બંધ હતું. કલેક્ટર અને ધારાસભ્યની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે યોજાયેલી બેઠકમાં આ વિવાદનો નિકાલ આવતા કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. હાલ આરસીસીની કામગીરી ચાલી રહી છે. બાકી રહેલા પાંચ ટકા કામમાં આરસીસી કામગીરી, બંને તરફના એપ્રોચ રોડ પર પૂરણ, ફિનિશિંગ અને ડામર રોડ બનાવવાનો સમાવેશ થાય છે. આ કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. બાકીની કામગીરી પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી સ્થાનિકોને મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી-હળવદ હાઇવે પર પેપર ભરેલા ટ્રકમાં ભીષણ આગ:વાહન અને માલસામાન બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    ભાજપના નેતાઓ વચ્ચે મારામારી, મહિલા કોર્પોરેટર-પતિની આંગળીઓ તોડી નાખી:સુરતમાં MLAની હાજરીમાં બબાલ, ટીપી કમિટીના ચેરમેન હિંસક બન્યા, ખુરશી લઈને મારવા દોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment