Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી-હળવદ હાઇવે પર પેપર ભરેલા ટ્રકમાં ભીષણ આગ:વાહન અને માલસામાન બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

    2 days ago

    મોરબી-હળવદ હાઇવે પર કડીયાણા ગામના પાટીયા નજીક પેપરના જથ્થાથી ભરેલા એક ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રક અને તેમાં ભરેલો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રક ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રકને લપેટમાં લઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં જ હળવદ નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવે તે પહેલાં જ ટ્રક અને તેમાં ભરેલો પેપરનો જથ્થો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર સળગતા ટ્રકને છોડીને ત્યાંથી નાસી ગયા હતા. ત્યારબાદ સ્થળ પર હાજર એક વ્યક્તિ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગૂગલ મેપથી હોટેલ બુકિંગમાં ઠગાઈની નવી ગેંગ સક્રિય, ગાંધીનગરમાં FIR:સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિતની જાણીતી હોટેલની ફેક વેબસાઇટો બનાવી; આ રીતે ખેલ પાડતાં
    Next Article
    હિંમતનગર હાથમતી વિયર ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ:જમીન સંપાદન વિવાદ ઉકેલાયા બાદ કામગીરી ફરી શરૂ, ટૂંક સમયમાં લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment