Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતકોના પરિવાર, અસરગ્રસ્તોને વળતર સાથે દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ:લઠ્ઠાકાંડ મામલે પોરબંદર કોંગ્રેસનું માણેકચોકમાં ધરણાં-વિરોધ પ્રદર્શન

    1 day ago

    ભાવનગર લઠ્ઠાકાંડ મામલે પોરબંદર કોંગ્રેસ દ્વારા માણેકચોકમાં ધરણાં-વિરોધ પ્રદર્શન યોજયું હતું જેમાં મૃતકોના પરિવારને રૂ.1 કરોડ અને અસરગ્રસ્તોને રૂ.10 લાખના વળતર સાથે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ​ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અનેક નાગરિકોના મોતના પગલે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાનીમાં શહેરના માણેકચોક ખાતે ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજી તંત્ર સામે કડક સૂત્રોચ્ચાર કરાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, રાજ્યમાં દારૂબંધીના કડક અમલમાં વહીવટીતંત્રની નિષ્ફળતાના કારણે વારંવાર લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બને છે. કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મૃતકના આશ્રિતોને રૂ.1 કરોડ અને સારવાર હેઠળ રહેલા પીડિતોને રૂ.10 લાખનું આર્થિક વળતર આપવા તેમજ દોષિતો સામે દાખલારૂપ પગલાં ભરવા માંગ કરાઈ છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મધરાતે યુરિન કરવા જતાં માછીમાર પાણીમાં પડ્યો; લાપત્તા:પોરબંદરથી 18 નોટિકલ માઇલ દૂર બોટમાંથી માછીમાર દરિયામાં ખાબક્યો
    Next Article
    જગ્યા ફાળવી બાંધકામ શરૂ કરવા SMC-વાલીમંડળની રજૂઆત‎:માધવપુરમાં કન્યા શાળાનું બિલ્ડીંગ તોડ્યાના 6 મહિના બાદ પણ નવું મકાન ન બનતાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment