Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરના અડ્ડા પર SMCની રેડ:50થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપાયો, 4 આરોપી ઝડપાયા, મુખ્ય બુટલેગર વોન્ટેડ જાહેર

    11 hours ago

    વડોદરા શહેરમાં બુટલેગરો દ્વારા બેફામ રીતે વિદેશી દારૂનો ધંધો કરવામાં આવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. લીસ્ટેડ બુટલેગરના દારૂના અડ્ડા પર દરોડો પાડી SMCની ટીમે 50થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેડ દરમિયાન 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે મુખ્ય લીસ્ટેડ બુટલેગર સ્થળ પર હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર દ્વારા મોટાપાયે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે આજે 29 સપ્ટેમ્બરના રોજ SMCની ટીમે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી 50થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા SMCની ટીમે દારૂનો જથ્થો કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય બુટલેગર સ્થળ પર હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. SMC દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દારૂના આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે અંગેની તપાસમાં બહાર આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં બ્રહ્માકુમારીઝનું પારિવારિક સદભાવના અભિયાન સંમેલન:2 ઓક્ટોબરે આયોજન, કલાકારોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે
    Next Article
    મહેસાણા LCBને મોટી સફળતા:વસઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹65 લાખની લૂંટ ચલાવી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment