Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં બ્રહ્માકુમારીઝનું પારિવારિક સદભાવના અભિયાન સંમેલન:2 ઓક્ટોબરે આયોજન, કલાકારોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે

    12 hours ago

    બોટાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સેવા કેન્દ્ર દ્વારા પારિવારિક સદભાવના અભિયાન સંમેલનનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં કલાકારોનું સન્માન કરાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમ શુક્રવારે, 2 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધી બોટાદના ભાવનગર રોડ પર આવેલા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે યોજાશે. બોટાદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્ર.કુ. નીતાબહેન આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ સંમેલન બ્રહ્માકુમારી સંસ્થાના કલા સાંસ્કૃતિક પ્રભાગના વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કલા દ્વારા માનવ મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મુખ્ય વક્તા તરીકે બ્ર.કુ. તૃપ્તિબહેન (ઝોનલ કોઓર્ડિનેટર, આર્ટ અને કલ્ચર, ગુજરાત) અને મુખ્ય મહેમાન તરીકે નયનભાઈ શેઠ હાજર રહેશે. અન્ય અતિથિ વિશેષ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં રાજકીય ગરમાવો:મનપા ચૂંટણીમાં ભાજપના ડરથી અજ્ઞાતવાસમાં ગયેલા કોંગ્રેસના 44 ઉમેદવારો મેદાને આવ્યા, હવે ખરખરી ખેલ ખેલાશે
    Next Article
    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરના અડ્ડા પર SMCની રેડ:50થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપાયો, 4 આરોપી ઝડપાયા, મુખ્ય બુટલેગર વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment