Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગાહી:મોરબીમાં આ સપ્તાહે તાપમાન ત્રણ ડિગ્રી વધીને 44 ડિગ્રીએ આંબી જશે

    11 hours ago

    મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ વૈશાખી વાયરામાં સખત ગરમીએ હાહાકાર મચાવ્યો છે. સવારના 10થી સૂરજદાદા અગનગોળો બનીને લુ વરસાવતા હોવાથી ગરમ ભઠ્ઠીમાં શેકાઇ રહ્યા હોય એવી ગરમીની અનુભૂતિ થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી હિટવેવ જેવી સ્થિતિ છે, તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે ત્યારે સખત ગરમીમાં હજુ પણ રાહત મળે તેવા કોઈ સંકેત સામે આવ્યા નથી. જનજીવન આકુળ વ્યાકુળ થઈ જાય એવી આગામી દિવસોમાં ગરમી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આ સપ્તાહે બપોરે ઘરની બહાર ન નીકળી શકાય એવી અગન લુ સાથે આગ વરસાવતી ગરમી પડે તેવી શક્યતા છે. જેમાં હાલ 41 ડિગ્રી તાપમાં પણ ગરમી પડી રહી છે. આ હિટવેવ જેવી સ્થિતિ વચ્ચે ગરમી ઘટવાની વાત તો એકબાજુ રહી ગરમી વધે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના દર્શાવાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ સપ્તાહે તાપમાનનો પારો 41 ડિગ્રીથી 44 ડિગ્રીને આંબી જશે. જો કે મોરબી જિલ્લાના ભૌગોલિક અને સરહદી તેમજ રણકાંઠાના વિસ્તારો આવેલા હોવાથી આબોહવા મુજબ અલગ અલગ રીતે ગરમી નોંધાઈ તેવી પણ શકયતા વ્યક્ત કરાઈ છે. જ્યારે આગાહીના સમયગાળા દરમિયાન હવામાન મુખ્યત્વે સૂકું રહેશે અને આકાશ સ્વચ્છ રહેશે. પવનની દિશામાં પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે.10 થી 12 મે સુધી પવનની ઝડપ સામાન્ય રહેશે. 13 થી 15 મે સુધી પવનની ઝડપમાં વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    વેલ્થ એક્સ્પો યોજાયો:‘શેરબજારમાં એનર્જી, મેટલ, ડિફેન્સ, ફાર્મા સેક્ટર્સ આ વર્ષે આઉટ પર્ફોર્મ કરે તેવી ધારણા’
    Next Article
    પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ:મોરબીમાં મચ્છરજન્ય રોગચાળો ઉગતો જ ડામવા ઝુંબેશ શરૂ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment