Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝમરાળા-ઢસા CHCને એક-એક એમ્બ્યુલન્સ ફાળવાઈ‎:બોટાદ જિલ્લાને રૂ.40 લાખના ખર્ચે 2 નવી એમ્બ્યુલન્સની ભેટ

    1 day ago

    બોટાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને લોક કેન્દ્રિત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને કટોકટીના સમયે ઝડપી અને સુલભ આરોગ્ય સેવા મળી રહે તે હેતુસર કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાએ અંદાજે રૂ.40 લાખના ખર્ચે બોટાદ જિલ્લાને બે નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ અંતર્ગત બોટાદ તાલુકાની ઝમરાળા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગઢડા તાલુકાના ઢસા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક-એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ બે નવી એમ્બ્યુલન્સથી જિલ્લાના આરોગ્ય પરિવહન માળખાને વધુ મજબૂતી મળશે તેમજ ‘સ્વસ્થ બોટાદ, સશક્ત બોટાદ’ના સંકલ્પને વધુ વેગ મળશે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલબેન માથોળીયા, કલેકટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, અગ્રણી ઘનશ્યામ ભાઈ વિરાણી, મયુરભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપ સ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધારપીપળા ગામના 44 વર્ષીય ખેડૂતની ગાય આધારિત ખેતી‎:તુરિયા, દુધી, કારેલા, ગુવાર, પાલક, ધાણા, તલ, મકાઈ, સરગવો, કેળા, આંબા, લીચી સહિતના પાકોનું વાવેતર
    Next Article
    જનકલ્યાણકારી યોજનાઓ:રસ્તાના કામોની ગુણવત્તાની સર્વગ્રાહી સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment