Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનકલ્યાણકારી યોજનાઓ:રસ્તાના કામોની ગુણવત્તાની સર્વગ્રાહી સમીક્ષા

    1 day ago

    બોટાદ જિલ્લા ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ “દિશા”ની ત્રિમાસિક બેઠક કલેક્ટર કચેરી ખાતે સાંસદ નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસલક્ષી કાર્યક્રમોના જિલ્લામાં થઈ રહેલા અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.વધુમા જિલ્લાના રોડ અને રસ્તાના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે વિશેષ ભાર મૂક્યો હતો. જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ પાસેથી તેમના વિભાગોને ફાળવવામાં આવેલા લક્ષ્યાંકોની સામે થયેલી પ્રગતિ, પૂર્ણ થયેલા તથા બાકી રહેલા કામો, નાણાકીય ખર્ચ તેમજ યોજનાઓના અમલીકરણની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ ઉપરાંત બાકી રહેલા કામોના કારણો, કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા તથા યોજનાઓના લાભો છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ નિમુબેન બાંભણિયાએ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે જિલ્લામાં નાગરિકોને સીધી અસર કરતા આરોગ્ય, સ્વચ્છતા, રોડ-રસ્તા, વિકાસકામો, માળખાકીય સુવિધાઓ તેમજ જાહેર ઉપયોગિતાના કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. દિશા સમિતિની બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાર્ગવભાઈ પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસકામો તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા અમલીકરણની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઝમરાળા-ઢસા CHCને એક-એક એમ્બ્યુલન્સ ફાળવાઈ‎:બોટાદ જિલ્લાને રૂ.40 લાખના ખર્ચે 2 નવી એમ્બ્યુલન્સની ભેટ
    Next Article
    સંગઠન વિસ્તરણ અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન‎:બોટાદના રાણપુર ખાતે સહકાર ભારતી બોટાદ જિલ્લા કાર્યકારીણીની બેઠક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment