Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંગઠન વિસ્તરણ અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન‎:બોટાદના રાણપુર ખાતે સહકાર ભારતી બોટાદ જિલ્લા કાર્યકારીણીની બેઠક મળી

    1 day ago

    બોટાદ જિલ્લાના રાણપુર સ્થિત રિયલ સ્પીનટેક્સ ખાતે સહકાર ભારતી બોટાદ જિલ્લાની અગત્યની કાર્યકારી બેઠક યોજાઈ હતી. દીપ પ્રાગટ્ય અને કેશવ ક્રેડિટના ગજેરાભાઈ દ્વારા રજૂ કરાયેલા સહકાર ગીત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જિલ્લા પ્રમુખ ભૂપતભાઈ ધાધલે તમામ આમંત્રિતો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ વિનોદભાઈ બરોચિયા, પ્રદેશ સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા, હરેશભાઈ બોરીસાગર, સ્પીનટેક્સના માલિક અને જિલ્લા ઉપાધ્યક્ષ કૌશરભાઈ કલ્યાણી તેમજ ધારપીપળા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઘનશ્યામભાઈ ચૌધરીયાનું સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયાએ બોટાદ ટીમની કામગીરીને બિરદાવી પ્રકોષ્ઠ રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન ભાવનગર વિભાગ સંયોજક સવજીભાઈ શેખ દ્વારા નવી નિયુક્તિઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સેવા મંડળી પ્રકોષ્ઠના પ્રમુખ તરીકે શેરભા પરમાર અને ડેરી પ્રકોષ્ઠના પ્રમુખ તરીકે ગીતાબેન મકવાણાની પસંદગી કરાઈ હતી. હરેશભાઈ બોરીસાગરે અમદાવાદ-અંબાજી ખાતે યોજાનાર તાલીમ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ વિનોદભાઈ બરોચિયાએ સહકાર ભારતીના દેશવ્યાપી બિન-રાજકીય સંગઠન અને ઉદ્દેશો પર પ્રકાશ પાડતાં 11 જાન્યુઆરીના સ્થાપના દિવસ, સદસ્યતા નોંધણી, સદસ્યતા મિલન અને સહકાર સપ્તાહ જેવા આગામી કાર્યક્રમો યોજવા આહ્વાન કર્યું હતું. નયનાબેન સરવૈયા અને નીપાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જનકલ્યાણકારી યોજનાઓ:રસ્તાના કામોની ગુણવત્તાની સર્વગ્રાહી સમીક્ષા
    Next Article
    BRICS Summit 2026 LIVE Updates: New Delhi Declaration Backs Return Of Antiquities To Countries Of Origin

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment