Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા LCBને મોટી સફળતા:વસઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹65 લાખની લૂંટ ચલાવી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

    11 hours ago

    મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે વસઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹65 લાખની મત્તાની લૂંટ ચલાવીને નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. એલ.સી.બી. પી.આઈ. એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ફતેપુરા સર્કલ પાસે પાલનપુર પીકઅપ સ્ટેન્ડ નજીકથી આરોપીને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ 28 વર્ષીય ચૌધરી નગેન્દ્ર ઉર્ફે નવીન ટીકુરામ (રહે. પાબુસર, તા. શેરગઢ, જી. જોધપુર, રાજસ્થાન) તરીકે થઈ છે. પોલીસે આરોપીની અંગજડતી લેતા તેની પાસેથી ₹5,000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. મહેસાણા LCBએ BNS 2023ની કલમ 35(1)(જે) મુજબ આરોપીની વિધિવત અટકાયત કરી આગળની કાયદેસરની પ્રોસેસ માટે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના પાણીગેટ વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરના અડ્ડા પર SMCની રેડ:50થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપાયો, 4 આરોપી ઝડપાયા, મુખ્ય બુટલેગર વોન્ટેડ જાહેર
    Next Article
    વડોદરામાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી, 1.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment