Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી, 1.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ

    11 hours ago

    વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સ્પેશિયલ પોકસો કેસમાં સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપી રાહુલ માછીને દોષિત ઠેરવી કુલ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટ સમક્ષ રજૂ થયેલા મૌખિક, દસ્તાવેજી, તબીબી અને DNA પુરાવાઓના આધારે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મિત્રના ઘરે બોલાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું જાન્યુઆરી 2024થી 31 ઓક્ટોબર 2024 દરમિયાન સગીરાને આરોપીએ પોતાના ઘરે તથા મિત્રના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા હતા અને સગીરા ગર્ભવતી બનાવી દીધી હતી. કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 87 હેઠળ આરોપીને 5 વર્ષની સખત કેદ અને રૂ.5 હજાર દંડ, જ્યારે પોક્સો એક્ટની કલમ 3(એ) સાથે કલમ 4 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ.10 હજાર દંડની સજા ફટકારી છે. પીડિતાને રૂ.1.50 લાખનું વળતર ચૂકવવા હુકમ પોક્સો એક્ટની કલમ 5(એલ), 5(જે)(જે-2) સાથે કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ.50 હજાર દંડની સજા કરવામાં આવી છે. કોર્ટે ભોગ બનનારને થયેલી શારીરિક તથા માનસિક પીડા અને ગર્ભાવસ્થા ટર્મિનેટ કરાવવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ, 2019 મુજબ રૂ.1.50 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા LCBને મોટી સફળતા:વસઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹65 લાખની લૂંટ ચલાવી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો
    Next Article
    AI Role In 2 Lakh Channels, Big Addition To GDP: YouTube India Head To NDTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment