Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાજરાવાડીમાં SMCનો દરોડો:5 લાખના દારૂ સાથે મુખ્ય સૂત્રધાર સહિત 4 ઝડપાયા

    19 hours ago

    શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ફરી એકવાર ઉઘાડી પડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ગાજરાવાડીમાં ખુલ્લા શેડ નીચે ધમધમતા દારૂના અડ્ડા પર દરોડો પાડી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 30 દિવસમાં શહેર પોલીસ મથકની હદમાં SMC દ્વારા 4 વાર દરોડો પાડવામાં આવ્યો છે, આ દરોડા 5 લાખનો દારૂ તેમજ કુલ 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એસએમસીની ટીમને મળેલી બાતમીના આધારે ગાજરાવાડી ગોકુલનગર ખાતે ગોલ્ડન પાણીપુરીના કારખાના પાસે ખુલ્લા શેડમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યાં મુખ્ય સૂત્રધાર ઉત્તમ જયસ્વાલ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન દારૂના છૂટક વેચાણ માટે ગ્રાહકો પાસેથી પેમેન્ટ સ્વીકારવા મૂકેલું ફોન પેનું કયુઆર કોડ સ્કેનર પણ મળી આવ્યું હતું. દરોડા દરમિયાન ઝડપાયેલા મુખ્ય આરોપી ઉત્તમ જયસ્વાલની પૂછપરછ કરતાં તેણે આસપાસના રહેણાંક મકાનો અને દુકાનોમાં દારૂ છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં ઉદેસીંગ મકવાણાના મકાનમાં દરોડો પાડતાં રૂ. 2,500 માસિક ભાડું ચૂકવીને રૂમમાં રખાયેલી દારૂની પેટીઓ મળી આવી હતી. જ્યારે નજીકમાં આવેલા ગોપાલ કનોજીયાના ભાડાના મકાનના રસોડામાંથી વિદેશી બીયરનો મોટો જથ્થો મળ્યો હતો. તેમજ કમલેશ ઉર્ફે દશરથ જાદવની કરીયાણાની દુકાન અને બાથરૂમમાં છુપાવેલો દારૂ કબજે લેવાયો હતો. બનાવ અંગે એસએમસીના એએસઆઈ સંતોષ પીસાલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 5 બૂટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા ઝડપાયેલા આરોપીઓ: વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ: અભીષેક ઉર્ફે અભય દીનેશભાઈ જાદવ (ધંધાનો ભાગીદાર), મયુર ઉર્ફે વિક્કી કનોજીયા, સંદીપ ઉર્ફે પુઠ્ઠો રાજપુત, આતીશ ઠાકોર (દારૂ સપ્લાય કરનારા) તેમજ ગોપાલભાઈ ભીખાભાઈ કનોજીયાને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દારૂ અંગે લોકો હેલ્પલાઇન પર માહિતી આપી શકશે અન્ય રાજ્યોમાંથી દારૂ લાવવાના રસ્તા મોટા ભાગે વડોદરાથી પસાર થાય છે.સ્ટેટ મોનીટરીંગ સેલ ડીજી ની સૂચનાથી રાજ્ય ભરમાં દારૂ જુગાર સહિત અન્ય પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી કરે છે.30 દિવસમાં આ 4થો દરોડો વડોદરા શહેર વિસ્તારમાં પાડવામાં આવ્યો છે.દારૂ જુગારની પ્રવૃતિ જ્યાં પણ ચાલતી હોય તેની બાતમી અમારી હેલ્પલાઇન ઉપર દરેક નાગરિક આપી શકે છે. - વિષ્ણુસિંહ રાઠોડ,પીઆઇ એસ.એમ.સી. એક બૂટલેગર બીજા બૂટલેગરની બાતમી આપતા હોવાથી બે જૂથ વચ્ચે ગેંગ વોરની શક્યતા છેલ્લા 30 દિવસમાં સૌ પ્રથમ દરોડો ખોડિયાર નગરમાં એક ફ્લેટના પાર્કિગમાં પડ્યો હતો.જ્યાં જુદા જુદા 4 વાહનોમાંથી 84 લાખનો દારૂ ઝડપાયો હતો. ત્યારબાદ વાડી, કપુરાઇ પોલીસ મથકની હદમાં 3 દરોડા પડ્યા હતા. એ દરોડા જે બૂટલેગરો વોન્ટેડ હતા, એમને જ પ્રથમ દરોડાની બાતમી આપી હોવાની રીસ રાખી પ્રથમ દરોડાના બુટલેગર દ્વારા આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ દરોડાઓમાં ગોડાઉન અને વાહનો ઝડપાયા હતા. દરોડામાં દારૂના ધંધાની હરીફાઈના કારણે એક બુટલેગર બીજા બુટલેગરની બાતમી આપતા હોવાથી બે જૂથ વચ્ચે ગેંગવોરની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર થયા‎:જિલ્લામાં ગુણોત્સવનુ બાહ્ય મુલ્યાંકન પૂર્ણ ડેટા તૈયાર કરીને ગાંધીનગર મોકલાયો
    Next Article
    રમત-ગમત સ્પર્ધાનું સમાપન:કોમર્સની ઇન્ટર-બિલ્ડિંગ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 750 વિદ્યાર્થીએ ભાગ લીધો, વિજેતાઓને 2 મહિના બાદ સન્માનિત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment