Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર થયા‎:જિલ્લામાં ગુણોત્સવનુ બાહ્ય મુલ્યાંકન પૂર્ણ ડેટા તૈયાર કરીને ગાંધીનગર મોકલાયો

    19 hours ago

    જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં હાથ ધરાયેલ ગુણોત્સવ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે ચલાવવામાં આવતા આ અભિયાન હેઠળ જિલ્લાની નિયત શાળાઓમાં વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તમામ શાળાઓની મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થતાં જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ડેટા એકત્રિત કરીને ગાંધીનગર ખાતે મોકલી દેવાયો છે. ગુણોત્સવની પ્રક્રિયાના નિયમો મુજબ, શાળાઓ દ્વારા પ્રથમ સ્વ-મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. આ સ્વ-મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ તેમાંથી રેન્ડમ આધારે 33 ટકા શાળાઓની પસંદગી કરીને ત્યાં બહારના નિષ્ણાતો અને અધિકારીઓની ટીમ દ્વારા બાહ્ય મૂલ્યાંકનની કામગીરી હાથ ધરાઇ છે. એ તમામ બાબતની તપાસ કરીને બાહ્ય મુલ્યાંકનનો રિપોર્ટ તૈયાર કરે છે. હાલ જૂનાગઢ જિલ્લામાં આ બ્રાહ્ય મુલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ છે અને હાલ આ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ જૂનાગઢ સહિત રાજ્યભરનુ પરિણામ જાહેર થનાર છે. સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર થયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધોરણ 3 થી 8ના આગામી યોજાનાર પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર કરવા 45 શિક્ષકોની ટીમની ફાળવણી થઇ હતી. હાલ બે દિવસીય કામગીરી પૂર્ણ થઇ છે અને જિલ્લામાં ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરો તૈયાર થઇ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    નિયમ ઉલ્લંઘન બદલ 32,000નો દંડ વસૂલાયો‎:મક્તુપુર ચેક પોસ્ટ પર મરીન પોલીસ અને RTOની ડ્રાઇવ : 22 વાહન ચાલકો દંડાયા
    Next Article
    ગાજરાવાડીમાં SMCનો દરોડો:5 લાખના દારૂ સાથે મુખ્ય સૂત્રધાર સહિત 4 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment