Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિયમ ઉલ્લંઘન બદલ 32,000નો દંડ વસૂલાયો‎:મક્તુપુર ચેક પોસ્ટ પર મરીન પોલીસ અને RTOની ડ્રાઇવ : 22 વાહન ચાલકો દંડાયા

    20 hours ago

    મક્તુપુર ચેક પોસ્ટ ખાતે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ એન. જી. વાઘેલાની ટીમ અને આરટીઓએ સાથે મળીને એક ખાસ ટ્રાફિક ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ સંયુક્ત કામગીરીનો મુખ્ય હેતુ રસ્તા પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો અને અકસ્માતો અટકાવવાનો હતો. જોકે, આ તપાસ દરમિયાન સામે આવ્યું કે અનેક વાહન ચાલકો પોતાના વાહનોમાં અનધિકૃત રીતે હાઈ બીમ લેમ્પ તથા અતિશય ઉચ્ચ તીવ્રતા ધરાવતી સફેદ એલઈડી હેડ લાઈટો લગાવીને વાહનો ચલાવી રહ્યા હતા. તેજ લાઈટોને કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે, જેનાથી ગંભીર અકસ્માત થવાનું મોટું જોખમ ઊભું થાય છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી કાયદાનો ભંગ કરનાર 22 વાહન ચાલકો સામે મુજબ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 32,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    8309 પશુઓ માટે પ્રતિદિન રૂા.30 લેખે સહાય મંજૂર કરાઈ‎:36 ગૌશાળા-પાંજરાપોળ માટે રૂા. 2.26 કરોડની સહાય મંજૂર
    Next Article
    સત્રાંત પરીક્ષાના પેપર તૈયાર થયા‎:જિલ્લામાં ગુણોત્સવનુ બાહ્ય મુલ્યાંકન પૂર્ણ ડેટા તૈયાર કરીને ગાંધીનગર મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment