Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8309 પશુઓ માટે પ્રતિદિન રૂા.30 લેખે સહાય મંજૂર કરાઈ‎:36 ગૌશાળા-પાંજરાપોળ માટે રૂા. 2.26 કરોડની સહાય મંજૂર

    20 hours ago

    જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના' (વર્ષ 2026-27) અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાત્રતા ધરાવતી ગૌશાળાઓ અને પાંજરાપોળો દ્વારા કરવામાં આવેલી અરજીઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા સહાય મંજૂર કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત વર્ષ 2026-27ના પ્રથમ હપ્તા તરીકે એપ્રિલ-2026 થી જૂન-2026 સુધીના કુલ 90 દિવસ માટે પશુ નિભાવ સહાય મેળવવા 'આઈ-ખેડૂત પોર્ટલ 2.0' પર કુલ 36 સંસ્થાઓ દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી. જે તમામ અરજીઓની ચકાસણી હાથ ધરીને દૈનિક 1000થી ઓછી પશુઓની સંખ્યા ધરાવતી આ તમામ 36 સંસ્થાઓની અરજીઓને જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જિલ્લામાંથી મંજૂર થયેલી 36 સંસ્થાઓના કુલ 8,309 પશુઓ માટે પ્રતિદિન પશુ દીઠ રૂ।.30 લેખે પ્રથમ તબક્કાની કુલ રૂ।. 2,26,83,570ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. આ મંજૂર થયેલી અરજીઓ હવે આગળની નાણાકીય ચુકવણા પ્રક્રિયા અર્થે 'ગુજરાત રાજ્ય ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર'માં મોકલી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઘરે પહોંચી હાથ પકડી શારીરિક સંબંધની માંગણી કરી‎:વકીલે મહિલા-13 વર્ષની સગીરાની છેડતી કરી, પોક્સો હેઠળ ગુનો દાખલ
    Next Article
    નિયમ ઉલ્લંઘન બદલ 32,000નો દંડ વસૂલાયો‎:મક્તુપુર ચેક પોસ્ટ પર મરીન પોલીસ અને RTOની ડ્રાઇવ : 22 વાહન ચાલકો દંડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment