Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરે પહોંચી હાથ પકડી શારીરિક સંબંધની માંગણી કરી‎:વકીલે મહિલા-13 વર્ષની સગીરાની છેડતી કરી, પોક્સો હેઠળ ગુનો દાખલ

    20 hours ago

    જામનગર શહેરમાં કાયદાના રક્ષક ગણાતા વકીલ દ્વારા જ મહિલા અને માસુમ સગીરાની છેડતી કરવામાં આવી હોવાની શરમજનક ઘટના સામે આવી છે. ​મળતી માહિતી મુજબ, ગઈકાલે તારીખ 29 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 3.30 વાગ્યાના સુમારે જામનગરના રહીશ અને વ્યવસાયે વકીલ એવા મીતુલભાઈ દીનેશભાઈ હરવરા નામના શખ્સે ફરિયાદી મહિલાના ઘરે જઈ તેમનો હાથ પકડી અશોભનીય સ્પર્શ કર્યો હતો અને શારીરિક સંબંધની માંગણી કરી હતી. ​દરમિયાન, ઘટનાસ્થળે 13 વર્ષની સગીર બાળકી આવી પહોંચતા આરોપી વકીલે તેને પણ છોડી ન હતી. આરોપીએ સગીરાનો હાથ પકડી તેની સાથે અડપલાં કરી શારીરિક સંબંધની માંગણી કરી હતી. જ્યારે ફરિયાદી મહિલાએ આ કૃત્યનો સખત વિરોધ કર્યો, ત્યારે આરોપી મીતુલ હરવરાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ​આ બનાવ અંગે સીટી 'એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી મીતુલભાઈ દીનેશભાઈ હરવરા સામે BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 74 , 75(2), 351 (3) તથા પોક્સો (POCSO) એક્ટની કલમ 8 અને 12મુજબ ગુનો નોંધી આગળની ચાર્જશીટ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવતર લેન્ડ ગ્રેબીંગ:જામનગરમાં જાહેર રસ્તાઓ પર ખાનગી‎કબજો, લોખંડના ગેટ મૂકી શેરીઓ પૂરી દીધી‎
    Next Article
    8309 પશુઓ માટે પ્રતિદિન રૂા.30 લેખે સહાય મંજૂર કરાઈ‎:36 ગૌશાળા-પાંજરાપોળ માટે રૂા. 2.26 કરોડની સહાય મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment