Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દર મહિને 70 પરિવારને લાભ:મનપાના લગ્ન હોલની બુકિંગ તારીખ ગમે તેટલી વાર બદલી શકાશે

    13 hours ago

    મહાનગરપાલિકાના 23 લગ્ન હોલ અને ઓડિટોરિયમ કાર્યરત છે. અને નિયમ મુજબ પ્રસંગની તારીખના 180 દિવસ પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવવું પડે છે. પરંતુ અરજદારે બુકિંગ કરાવ્યા બાદ કોઈ કારણોસર પ્રસંગની તારીખ બદલવાની થાય ત્યારે બુકિંગ રદ કરાવવું પડતું હતું, જેથી મનપાએ નવો નિયમ બનાવી અરજદારને બુકિંગ તારીખ ફેરવવાની છૂટ આપી હતી. જેમાં હવે વધુ વખત તારીખ ફેરવવાનો નિયમ અમલમાં મૂક્યો છે. મનપાના એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યું છે કે, પહેલાં અરજદાર લગ્ન હોલ કે ઓડિટોરિયમનું બુકિંગ કરાવ્યા બાદ અગમ્ય કારણોસર તારીખ અને સમય બદલવાનો થાય ત્યારે બુકિંગ રદ કરાવવું પડતું હતું. જેના લીધે અનેક લોકો પરેશાન થતા હતા જેની સામે લગ્ન હોલના અનેક સ્લોટ ખાલી રહેતા હતા. આથી આ ખાલી સ્લોટનો લાભ બુકિંગ કરાવ્યા બાદ જે અરજદારને તારીખ ફેરફાર કરવી હોય તેને આપવામાં આવશે. બુકિંગના નિયમ મુજબ અરજદારને 180 દિવસનો સમય આપવામાં આવે છે. તે દરમિયાન કોઈ કારણોસર પ્રસંગની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો અરજદારે ફરી નવા સ્લોટની રાહ જોવી પડે છે. જેના લીધે સમયસર પ્રસંગ ન થવાથી અન્ય વિકલ્પ શોધવો પડે છે. આથી મનપાએ બુકિંગ તારીખ ચેન્જ કરનારને ચાલુ સ્લોટમાં ખાલી તારીખનો વિકલ્પ આપ્યો છે, પરંતુ આ કિસ્સામાં અરજદારે પોતે નક્કી કરેલ તારીખ, સમય અને અન્ય લગ્ન હોલની પસંદગી પણ કરવી પડશે. તારીખ બદલવાને કારણે દર મહિને 35 સ્લોટ ખાલી રહેતા હતા. હવે તેમાં ફેરફાર થતાં બુકિંગ થઈ શકશે અને આ કારણે 35 લગ્ન પ્રસંગ એટલે કે 70 પરિવારોને લાભ મળી શકશે. તારીખ ફરશે અરજદારનું નામ નહીં ફરે લગ્ન હોલની બુકિંગ તારીખ ફેરવવાની છૂટ તંત્ર એ આપી છે, પરંતુ અરજદારે જે નામથી બુકિંગ કરાવ્યું હશે તે નામથી જ બુકિંગ તારીખ ચાલુ સ્લોટ એટલે કે 180 દિવસની મુદતની અંદર અને અન્ય તારીખમાં કરવા પાત્ર છે. તેની જગ્યાએ અન્ય અરજદાર અલગ નામથી બુકિંગ કરી શકશે નહીં અને આ અરજદારે 180 દિવસ પહેલાં ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે તેમ એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યું છે. ડિપોઝિટ ગુમાવવી નહીં પડે મનપાના લગ્ન હોલ બુકિંગમાં અરજદાર સંજોગોવશાત તારીખ ફેરવી શકે છે તેવો નિયમ અમલમાં આવતા અનેક પરિવારોને તેનો ફાયદો થયો છે. એસ્ટેટ અધિકારી મેહુલ ગાંધીના જણાવ્યા મુજબ સિઝનમાં દર મહિને 30થી 35 બુકિંગ રદ થતા હોય છે, પરંતુ નવો નિયમ અમલમાં આવતા રદ કરનાર અરજદારને હવે ડિપોઝિટ ગુમાવવાના બદલે પોતાનો પ્રસંગ અન્ય તારીખમાં થઈ જાય છે અને મનપાને પણ ડિપોઝિટ પરત કરવાની કામગીરીમાંથી મુક્તિ મળી છે, આ નિયમથી આગામી દિવસોમાં સેંકડો પરિવારોને તેનો લાભ મળવા પાત્ર છે.
    Click here to Read More
    Previous Article
    ઉધનામાં યુવતી સાથે અને ગોડાદરામાં સગીરા સાથે દુષ્કર્મ:અબુ હુમેરે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે કુકર્મ આચર્યુ, આમિશ અને તેના ભાઈ સાદીરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી
    Next Article
    રાજકોટ વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું:બહુમાળી ભવનના પટાંગણમાં ગેરકાયદે મેળો ભરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment