Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમત-ગમત સ્પર્ધાનું સમાપન:કોમર્સની ઇન્ટર-બિલ્ડિંગ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 750 વિદ્યાર્થીએ ભાગ લીધો, વિજેતાઓને 2 મહિના બાદ સન્માનિત કરાશે

    19 hours ago

    એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ઇતિહાસમાં પહેલીવાર આયોજિત 3 દિવસીય ઇન્ટર-બિલ્ડિંગ રમતગમત સ્પર્ધાનું સમાપન થયું હતું. સ્પર્ધામાં 750 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ વિજેતાઓને 2 મહિના બાદ સર્ટિફિકેટ અને ટ્રોફી આપીને સન્માનિત કરાશે. આ સ્પર્ધાઓમાં 14 રમતોને સ્થાન અપાયું હતું. જેમાં ગ્રૂપ સ્પર્ધાઓમાં હેન્ડબોલ, બાસ્કેટબોલ અને ખોખોનો સમાવેશ થતો હતો. જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં બેડમિન્ટન ટેનિસ, મલખંભ, યોગા અને બેઝ ફિઝિક્સ અને ચેસ જેવી સ્પર્ધાનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધામાં મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ સહિતની 6 બિલ્ડિંગના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના સમાપન પ્રસંગે વાઇસ ચાન્સેલર પ્રો. ભણગે હાજર રહ્યાં હતા. તેમણે વિજેતા ટીમોને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપ્યા હતા. જોકે, સત્તાધીશોના જણાવ્યા મુજબ વિજેતાઓને યૂથ ફેસ્ટિવલમાં સન્માનિત કરવાનો હેતુ છે. સૌથી વધુ 160 સ્પર્ધકો વોલિબોલ માટે નોંધાયા હતા સૌથી વધુ વોલિબોલ સ્પર્ધામાં 160 સ્પર્ધક નોંધાયા હતા. જ્યારે વ્યક્તિગત સ્પર્ધાઓમાં બેડમિન્ટન પર વિદ્યાર્થીઓએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ફેકલ્ટીના 120 વિદ્યાર્થીઓએ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ 58 સ્પર્ધકો ચેસમાં જ્યારે સૌથી ઓછા 12 બેઝ ફિઝિક્સમાં હતા. આ વિશે ફેકલ્ટી ડીન ડો.પ્રજ્ઞેશ શાહે જણાવ્યું કે, ‘ઇન્ટર-બિલ્ડિંગ ખેલ સ્પર્ધાએ નવતર વિચાર હતો. જેનાથી વિદ્યાર્થીઓની રમતગમત પ્રત્યેની અભિરૂચિ વધે. એટલું જ નહીં આગામી સમયમાં પણ આવી રમતોમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે.’ આ સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને આગામી વર્ષે તૈયારી કરવાનો સમય મળશે. યૂથ ફેસ્ટિવલમાં સન્માનિત થવાથી વિશેષ ગૌરવ અનુભવશે યૂથ ફેસ્ટિવલમાં સન્માનિત કરવાનો હેતુ એ છે કે વિજેતાઓ તે સમયે વિશેષ ગૌરવની લાગણી અનુભવી શકે. એ સમયે તેમને વિનર્સ સર્ટિફિકેટ અને ટ્રોફી આપવામાં આવશે. - સંદીપ પ્રજાપતિ, સ્પોર્ટસ કોઓર્ડિનેટર.
    Click here to Read More
    Previous Article
    ગાજરાવાડીમાં SMCનો દરોડો:5 લાખના દારૂ સાથે મુખ્ય સૂત્રધાર સહિત 4 ઝડપાયા
    Next Article
    ડેરીની 2025-26ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ:બરોડા ડેરીમાં દૂધની આવક 75 લાખ લિટર ઘટી, પશુપાલકોને 90 કરોડ ભાવફેર ચૂકવવા જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment