Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડગેના વિરોધમાં બેનર લાગતા આચારસંહિતા ભંગની ફરિયાદ:ધારાસભ્ય યોગેશ પટેલના નામ સાથે લાગેલા બેનર મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ

    14 hours ago

    વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નામે શહેરના જાહેર માર્ગ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં મોટા બેનર લગાવવા આવ્યા છે. જે અંગે આચર સંહિતાના ભંગ અંગેની ફરિયાદ વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા કરવામાં આવી છે. આચારસંહિતાના અમલ વચ્ચે 10 દિવસથી બેનર યથાવત વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીને ફરિયાદ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 10 દિવસથી જગજાહેર આચારસંહિતા ભંગ કરી, તેમજ રોડ રસ્તા તોડી, ખાડા પાડી રોડ વચ્ચે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવવામા આવ્યું છે. તેમ છતાં ધારાસભ્યના ગેરકાયદેસર કૃત્ય સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે, આ બેનર મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા તેને સાચું ઠરાવી રહ્યું હોય તેમ લાગે છે. તાત્કાલિક હોર્ડિંગ દૂર કરવા માગ શૈલેષ અમીને ફરિયાદમાં જણાવ્યું છે કે, તાત્કાલિક આચારસંહિતા ભંગ કરતુ હોર્ડિંગ દુર કરો, હોર્ડિંગ લગાવનાર પર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરો અને વડોદરામાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સાથે લોકશાહી જળવાઈ રહે તેવી બંધારણીય ચુંટણી પ્રક્રિયાનું થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. બેનર પર શું લખ્યું છે? વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જે બેનર ધારાસભ્ય યોગેશ પટેલના નામે લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, ' ખડગે સાહેબ જવાબ આપો, શ્રી ફિરોઝ ગાંધી ગુજરાતી હતા તો શું ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મૂર્ખ સાથે લગ્ન કર્યા હતા?
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં માલિકની મંજૂરી વગર બરોબર કારનો સોદો કરી નાખ્યો:સંખેડામાં રહેતા વેપારીએ ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ 7.50 લાખ રૂપિયામાં વેચી નાખી, 2 સામે પોલીસ ફરિયાદ
    Next Article
    જુનાગઢ BKNMU પદવીદાન સમારોહ યોજાયો:"ધર્મ એટલે વાડાઓ નહીં પણ ઉમદા આચરણ" જૂનાગઢમાં BKNMU ના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમજાવ્યો ધર્મનો સાચો અર્થ,27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment