Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુનાગઢ BKNMU પદવીદાન સમારોહ યોજાયો:"ધર્મ એટલે વાડાઓ નહીં પણ ઉમદા આચરણ" જૂનાગઢમાં BKNMU ના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમજાવ્યો ધર્મનો સાચો અર્થ,27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત

    12 hours ago

    ​જૂનાગઢની પવિત્ર ધરતી પર વંથલી રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ ગરિમાપૂર્ણ પદવીદાન સમારોહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે માત્ર પદવીઓ જ એનાયત નથી કરી, પરંતુ ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓને જીવનના સાચા માર્ગ અને ધર્મની સાચી વ્યાખ્યા સમજાવીને એક નવી દ્રષ્ટિ પૂરી પાડી હતી. કાર્યક્રમમાં આઈ.આઈ.એમ. અમદાવાદના પૂર્વ પ્રોફેસર પદ્મશ્રી અનિલકુમાર ગુપ્તાએ પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ​રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં ધર્મ વિશે ખૂબ જ ગહન અને મનનીય વાત કરી હતી. તેમણે વર્તમાન સમયમાં ધર્મના નામે ઊભા થયેલા વાડાઓ પર ટકોર કરતા જણાવ્યું હતું કે, પ્રાચીન કાળમાં ધર્મ ક્યારેય સંપ્રદાયોમાં વહેંચાયેલો નહોતો. આજે આપણે ધર્મને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન કે બૌદ્ધ જેવા અખાડાઓમાં વહેંચી દીધો છે અને તેના કારણે જ માનવ-માનવ વચ્ચે અંતર અને ઉંચ-નીચના ભેદભાવ ઊભા થયા છે. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે સાચો ધર્મ એ આચરણની બાબત છે. ​ધર્મની વ્યાખ્યા આપતા તેમણે 'સ્વસ્ય ચ પ્રિય આત્મના પરેશામ ન સમાચરેત' શ્લોકનો સંદર્ભ આપ્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે જે વર્તન આપણે આપણા માટે ઈચ્છીએ છીએ, તેવું જ વર્તન આપણે બીજા માટે કરવું જોઈએ. જો આપણે ઈચ્છીએ કે કોઈ આપણી સાથે જૂઠું ન બોલે, આપણી વસ્તુની ચોરી ન કરે અથવા આપણી બહેન-દીકરીને ખરાબ નજરથી ન જુએ, તો આપણે પણ અન્ય સાથે તેવું જ આચરણ રાખવું જોઈએ. બીજા સાથે નમ્રતા અને માનવીય અભિગમ રાખવો એ જ સાચો ધર્મ છે અને આ સંસ્કારો જ વિદ્યાર્થીઓને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. ​શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો, આ સમારોહમાં યુનિવર્સિટીની 6 ફેકલ્ટીના કુલ 27,476 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસમાં સૌથી વધુ 9805, કોમર્સમાં 6871 અને શિક્ષણ ક્ષેત્રે 2534 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લો, સાયન્સ, મેનેજમેન્ટ અને મેડિસિન જેવી વિવિધ વિદ્યાશાખાઓના હજારો વિદ્યાર્થીઓએ પોતાની પદવી હાંસલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 36 તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા, જ્યારે 109 સંશોધકોને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ​આ પદવીદાન સમારોહમાં પીએચ.ડી. મેળવનાર ડૉ. સૃષ્ટિ પરમારે પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલી આ સર્વોચ્ચ પદવી પાછળની મહેનતનો શ્રેય ગુરુજનો અને યુનિવર્સિટીને આપ્યો હતો. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થી અને સમાજ ખભેખભા મિલાવીને કાર્ય કરશે ત્યારે જ રાષ્ટ્ર નિર્માણ શક્ય બનશે. વર્ષ 2047 માં જ્યારે ભારત આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં આજના આ યુવા સંશોધકોનો પાયાનો ફાળો રહેશે. ​યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ અને રજિસ્ટ્રાર પરમાર સાહેબ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે આ ડિગ્રી માત્ર કાગળના ટુકડા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તેઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેશે. જૂનાગઢના આંગણે યોજાયેલો આ સમારોહ શૈક્ષણિક અને આધ્યાત્મિક ચેતનાનો અનોખો સંગમ સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ખડગેના વિરોધમાં બેનર લાગતા આચારસંહિતા ભંગની ફરિયાદ:ધારાસભ્ય યોગેશ પટેલના નામ સાથે લાગેલા બેનર મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ
    Next Article
    ચૂંટણી પહેલા ભાવનગર પોલીસ એક્શનમાં:વરતેજ પોલીસે ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment