Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પહેલા ભાવનગર પોલીસ એક્શનમાં:વરતેજ પોલીસે ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો

    11 hours ago

    ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાસતા-ફરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવામાં આવી રહી છે જે અંતર્ગત વરતેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ભંડારીયા હાઈવે પર આવેલી 'ઓજ સંસ્થા'માં તોડફોડ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર જયપાલસિંહ ગોહિલને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું, ભાવનગર જિલ્લામાં આગામી ચૂંટણીના માહોલને ધ્યાને રાખીને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાના પગલે વરતેજ પોલીસ સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરતા ખંડણી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો, ​વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડારીયા ગામ હાઈવે રોડ પર નવનિર્મિત થતી 'ઓજ સંસ્થા' ખાતે રેતી નાખવા બાબતે વિવાદ સર્જાયો હતો, આ કામના આરોપીએ સંસ્થાના માણસો સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળજબરીથી પૈસા પડાવવાના ખંડણી ઈરાદે સંસ્થાની મિલકતને નુકસાન પણ પહોંચાડ્યું હતું, ​આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 308(5), 332(સી), 351(3), 352, 324(5) મુજબ ગુનો નોંધ્યો હતો, જે આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી ભંડારીયા ગામનો રહેવાસી જયપાલસિંહ મહાવિરસિંહ ગોહિલ ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    જુનાગઢ BKNMU પદવીદાન સમારોહ યોજાયો:"ધર્મ એટલે વાડાઓ નહીં પણ ઉમદા આચરણ" જૂનાગઢમાં BKNMU ના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમજાવ્યો ધર્મનો સાચો અર્થ,27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત
    Next Article
    Chandkheda Girls News | બે બાળકીના મોતનું રહસ્ય વધુ ઘેરાયું | FSL | Dosa Kheeru | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment