Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકાના પાપે વગર વરસાદે રોડ બેસી ગયો:મુગલીસરા વરીયાવી બજારમાં મોટો ભૂવો પડતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, SMC કચેરી 5 મિનિટના અંતરે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

    11 hours ago

    સુરત શહેરમાં વગર વરસાદે પણ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શહેરના મુગલીસરા વિસ્તાર નજીક આવેલા વરીયાવી બજાર મેઈન રોડ પર અચાનક મોટો ભૂવો પડી જતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સતત વાહનોથી ધમધમતા આ મુખ્ય માર્ગની નીચે અચાનક ધોવાણ થઈ જતાં રોડ બેસી ગયો હતો અને જોખમી ખાડો સર્જાયો હતો. પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ચોમાસામાં વરસાદના પાણીના કારણે રસ્તા ધોવાઈ જાય કે ભૂવા પડે તે સમજી શકાય, પરંતુ કોઈપણ પ્રકારના વરસાદ વિના જ વ્યસ્ત માર્ગ પર અચાનક ભૂવો પડી જતાં પાલિકાના રોડ રિપેરિંગ અને વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રોડ નિર્માણ અને સમારકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી માર્ગની આવી દુર્દશા થઈ છે. પાણીના પ્રેશરથી સર્જાયો 2 મીટર ઊંડો ખાડો સ્થાનિક રહીશ મોહમ્મદ હનીફે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે પાણીનું વહેણ વધુ હોવાથી પ્રેશરના કારણે રોડ અંદર બેસી ગયો હતો. આ ભૂવો આશરે 2 મીટર જેટલો ઊંડો છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અહીંથી માત્ર 5 મિનિટના અંતરે જ આવેલી છે. અમે આ બાબતે તંત્રને ઓનલાઈન ફરિયાદ પણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર તપાસ કરવા પણ આવ્યા નથી. જોખમી ભૂવાનું તાત્કાલિક સમારકામ કરવા માંગ મુખ્ય બજારનો માર્ગ હોવાથી અહીં દિવસ-રાત ભારે ટ્રાફિક રહે છે, જેના કારણે કોઈપણ નિર્દોષ વાહનચાલક કે રાહદારી આ ઊંડા ખાડામાં ખાબકીને અકસ્માતનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરે અને માર્ગને પૂર્વવત કરે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં DGGI ત્રાટક્યું, જાણીતી ફૂડ ચેન ઢોસા ચારકોલ પર દરોડા:AI મોનિટરિંગથી બિલિંગની તપાસ, તહેવાર ટાણે જ હોટેલિયર્સમાં ફફડાટ
    Next Article
    નવા નિયમથી વાહન ખરીદ-વેચાણના નિયમમાં ફેરફાર:આરસી બુકમાં લોન રદ અને નામ ટ્રાન્સફર કરાવવા બે વખત ₹200 ચૂકવવાનો વારો આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment