Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં DGGI ત્રાટક્યું, જાણીતી ફૂડ ચેન ઢોસા ચારકોલ પર દરોડા:AI મોનિટરિંગથી બિલિંગની તપાસ, તહેવાર ટાણે જ હોટેલિયર્સમાં ફફડાટ

    11 hours ago

    સુરત શહેરમાં તહેવારોની સિઝન પહેલાં જ કરચોરી પકડી પાડવા ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ એક્શન મોડમાં આવ્યું છે. નવી જ સ્ટાઈલમાં સાઉથ ઈન્ડિયન વાનગીઓ પીરસવા માટે જાણીતી ફૂડ ચેન 'ઢોસા ચારકોલ' પર DGGIની ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. પાક્કી બાતમીના આધારે સુરતના મોટા વરાછા, પાસોદરા, કાપોદ્રા, પૂણા ગામ, રાંદેર, કતારગામ અને આઉટર રિંગ રોડ સહિતની વિવિધ બ્રાન્ચો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન મોટા પાયે નાણાકીય વ્યવહારો અને અગત્યના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. હોટેલ સંચાલકોમાં ફફડાટ અને તપાસની દિશા ઢોસા ચારકોલની વિવિધ બ્રાન્ચો પર ચાલી રહેલી આ ઊંડાણપૂર્વકની તપાસને પગલે કરચોરીનો મોટો આંકડો સામે આવવાની પ્રબળ શક્યતા છે. તહેવારોના સમયે જ ફૂડ ઈન્ડસ્ટ્રી સામે લેવાયેલા આ કડક પગલાંને કારણે શહેરના અન્ય હોટેલ સંચાલકોમાં પણ ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. GST વિભાગ દ્વારા હાલ એઆઈ આધારિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ટેક્સ ચોરી પકડવા માટે અધિકારીઓ હોટલમાં રહેલા ટેબલની સંખ્યા, શનિવાર અને રવિવારની ગીરદી તેમજ વપરાતા શાકભાજીના જથ્થાને આધારે ધંધાની એવરેજ કાઢીને વાસ્તવિક આવકનો તાગ મેળવી રહ્યા છે. 3 વર્ષ બાદ હોટલ ઉદ્યોગ પર નિશાન, ટેક્સ ચોરીની મોડસ ઓપરેન્ડી નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી જીએસટી વિભાગે હોટલ ઉદ્યોગમાં ભાગ્યે જ કોઈ મોટી તપાસ કરી હતી, પરંતુ હવે સીધી કાર્યવાહી થતા ખળભળાટ મચ્યો છે. શહેરમાં 200થી વધુ જાણીતી હોટલો આવેલી છે. હોટલોમાં અપાતા બિલમાં ઘણીવાર ટેક્સ ન લગાવવો અને ઓનલાઈન આવતા પેમેન્ટ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવા જેવી ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. સામાન્ય રીતે એસી અને નોન-એસી હોટલોમાં 5 ટકા GST વસૂલવામાં આવે છે. જોકે, કેટલીક હોટલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેતી હોવાથી ટેક્સનો દર બદલાઈ જતો હોય છે. હાલ આ તમામ ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પર કેબ-ટેક્સી મોંઘી:પિક-અપ અને ડ્રોપ-ઓફના નવા નિયમો લાગુ, મુસાફરોના ખિસ્સા પર વધશે બોજ
    Next Article
    પાલિકાના પાપે વગર વરસાદે રોડ બેસી ગયો:મુગલીસરા વરીયાવી બજારમાં મોટો ભૂવો પડતાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, SMC કચેરી 5 મિનિટના અંતરે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment